મહેસાણા, તા. 3 જુલાઈ 2019, ગુરૂવાર
આગામી ૫ જુલાઈના રોજ ગુજરાતની રાજ્યસભાની બે સીટોની ચૂંટણી યોજાઈ રહી છે, જેને લઈ કોંગ્રેસને ક્રોસ વોટીંગનો ડર સતાવી રહ્યો છે ત્યારે બુધવારે મોડી સાંજે કોંગ્રેસના તમામ ધારાસભ્યોને વ્હીપ આપીને ગાંધીનગરથી બનાસકાંઠાના પાલનપુર નજીકના બાલારામ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. જેમાં રિસોર્ટની અંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં નવા ચુંટાયેલા ધારાસભ્યોને અનુભવ ન હોવાથી મતદાન અંગે જાગૃતિ લાવવા તાલીમ આપવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
આગામી ૫ જુલાઈના રોજ ગુજરતાની રાજ્યસભાની બે સીટોની ચૂંટણી યોજાઈ રહી છે અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશનું રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના ધારાસભ્યો રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ ન કરે તે માટે કોંગ્રેસ દ્વારા તમામ ધારાસભ્યોને વ્હીપ આપીને બનાસકાંઠાના બાલારામ રિસોર્ટ ખાતે લઈ જવા કવાયત હાથ ધરાઈ છે.
મળતા સંકેતો મુજબ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગાંધીનગરથી બનાસકાંઠાના પાલનપુર નજીકના બાલારામ રિસોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી સીધા ૫ જુલાઈના રોજ ચૂંટણી સ્થળે લાવવામાં આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોના ક્રોસ વોટિંગના ડરે બેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા. હાલ તો બાલારામ રિસોર્ટની શક્યતાને લઈ બનાસકાંઠાનું રાજકારણ ગરમાયું છે.
રાજ્યસભાની બે સીટમાં ભાજપની જીત નિશ્ચિત છે
રાજ્યસભાની ચૂંટણીમાં સીટ જીતવા ૮૭ ધારાસભ્યોની જરૃર પડે છે. જે કોંગ્રેસ પાસે ન હોવાથી બંને સીટો છે તે ભાજપના પક્ષમાં જવાની છે તેમ છતાં પણ કોંગ્રેસના બે ઉમેદવાર ઉભા રાખ્યા છે. ચંદ્રિકાબેન ચુડાસમા અને ગૌરવભાઈ પંડયાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર નિશ્ચિત છે.
માઉન્ટ આબુમાં દારૃની છૂટ હોવાથી સ્થળ બદલાયું
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની ક્રોસ વોટિંગથી ડરતા ધારાસભ્યો માઉન્ટ આબુમાં લઈ જવામાં આવશે તેવી ચર્ચાએ જોર પકડયું હતુ.ં જેમાં માઉન્ટ આબુ દારૃને લઈ કોઈ ધારાસભ્યની છબી ખરડાય નહીં તે માટે તાત્કાલિક હાઈ કમાન્ડ દ્વારા સ્થળ બદલવામાં આવ્યું હતું.
૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ ધારાસભ્યોને કર્ણાટક રિસોર્ટમાં લઈ જવાયા હતા
૫મી જુલાઈે રાજ્યસભાની બે સીટોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે અગાઉની જેમ ૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલ વખતે પણ કોંગ્રેસના ધારાસભ્યોને કર્ણાટકના બેંગ્લોરમાં એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા તેવી સ્થિતિ આ વખતે પણ ઉભી થવા પામી છે. કોંગ્રેસના ધારાસભ્યનો સૂર્યવંશમ સેટ બાલારામ રિસોર્ટમાં લાવવામાં આવ્યા છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KYOGUH
No comments:
Post a Comment