અંબાવથી સુખીની મુવાડી સુધીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 5 July 2019

અંબાવથી સુખીની મુવાડી સુધીની સંરક્ષણ દિવાલ ધરાશાયી થતા તંત્રની પોલ ખુલી


ગળતેશ્વર. તા. 5 જુલાઈ 2019, શુક્રવાર

ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડી ગામે પહેલા વરસાદે તંત્રની પોલ ખોલી છે.ગામની દિવાલ ધરાશાયી થઇ હતી.જે ગ્રામ લોકો માટે આશીર્વાદ સમાન હતી.જો કે આ બનાવમાં કોઇ વ્યક્તિને જાનહાનીના સમાચાર નથી.આ દિવાલ ધરાશાયી થતા ભ્રષ્ટાચારની બુમ ઉઠી છે.

ગળતેશ્વર તાલુકાના સુખીની મુવાડી મહાદેવ તરફ જવાના રસ્તા પર  સ્ટેટ હાઇવે દ્વારા દિવાલ બનાવવામાં આવી હતી.અંબાવ ગ્રામપંચાયતની હદમાં આવેલ પ્રાથમિક શાળા થી સુખીની મુવાડી વળાંકમાં આવેલ તલાવડી વિસ્તાર સુધી આશરે ૭૦૦ મીટર લાંબી સંરક્ષણ દિવાલ બનાવવામાં આવી છે.જેમાંથી  આજે સવારે આશરે ૭૦ ફુટ લાંબી દિવાલ પહેલા વરસાદ ના કારણે ધરાસઇ થઇ છે.


ગયા વર્ષે વરસાદના કારણે ૧૦૦ થી ૧૫૦ ફુટ લાંબી સંરક્ષણ દિવાલ ધરાશાયી થઇ હતી.તેને ફરીથી બનાવવાની ફરજ પડી હતી.સ્ટેટ હાઇવે દ્વારા બનાવવામાં આવેલ દિવાલને જમીનમાં ખોદકામ કર્યો વગર જમીન પર બનાવી દેવામાં આવી હતી.જેના કારણે પહેલા વરસાદના પાણીથી માટીના ધોવાણ થતા દિવાલ ધરાસાઇ થઇ હતી.દિવાલ બનાવતી વખતે કોઇ પણ પ્રકારના પાયા ખોદવામા આવ્યા ન હતા.

જો કે આ ગટર લાઇનને સ્ટેટ હાઇવે દ્વારા ઉનાળામાં ગટરને સાફ કરાવવામાં આવી ન હતી. જેના કારણે કચરો અને માટી ભરાતા ગટરો ઓવરફલો થઇ હતી.અને વરસાદી પાણી સરનાલ ગામમાં પ્રવેશયા હતા.અને સરનાલ ગ્રામ પંચાયતના સરપંચે તાત્કાલિક અસરથી ગટરો સાફ કરાવવાની ફરજ પડી હતી.

આમ સરનાલ ગામથી સુખીના મુવાડી સુધી સ્ટેટ હાઇવેના અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલીભગતના કારણે દિવાલમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.જેથી ગ્રામજનોની માંગ છે કે અંબાવ પ્રાથમિક શાળાથી સુખીની મુવાડી સુધી જ્યા ગટર અને સરંક્ષણ દિવાલનુ કામ પૂર્ણ થયુ હોય તેવી ૭૦૦ થી વધુ મીટરની લાંબી સંરક્ષણ દિવાલની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે.

સ્થળ તપાસ બાદ જવાબદારો સામે પગલા લેવાશે : ઈજનેર

આ અંગે સ્ટેટ હાઇવે માર્ગ અને મકાન વિભાગના ગૌરવ એન્જીનિયરનો  ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતુ કે અંબાવ થી સુખીની મુવાડી સિમવિસ્તાર સુધીની ગટરની બાજુમાં બનાવેલ સંરક્ષણ દિવાલ બનાવનાર નીલકંઠ કંપની નડિયાદને જાણ કરી છે.અને સ્થળ ઉપર તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવાયુ છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XsgUcf

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages