
બર્મિંગહામ, તા. 2 જુલાઈ 2019, મંગળવાર
ભારત ભલે વર્લ્ડકપ જીતવા માટેની ફેવરિટ ટીમ લાગતું. ભારતે વેસ્ટ ઇંડિઝને હરાવ્યા પછી આઈસીસીની નંબર વન રેન્ક ટીમ પણ બની છે. આમ છતાં ભારતે જો ચેમ્પિયન બનવું હોય તો એક માત્ર રોહિત શર્મા પર જ મદાર રાખવાથી નહીં ચાલે. રોહિત શર્માએ એક મેચ ધોવાઈ ગઈ તે ના ગણીએ તો બાકીની રમાયેલી સાત મેચમાંથી ચાર સદી ફટકારી છે. રોહિત શર્માની આ સદીઓ પણ ૯૦ના સ્ટ્રાઈક રેટથી બની છે.
રોહિત શર્મા આઉટ થાય છે ત્યારે ભારતનો સ્કોર એટલો થઈ ગયો હોય છે કે બાકીના બેટ્સમેનો પાંચ રનની સરેરાશથી રમે તો પણ ભારતનો સ્કોર ૩૧૦થી ૩૪૦ વચ્ચે થઈ શકે છે. કોહલીએ સતત અડધી સદી બાદ આજે બાંગ્લાદેશ સામે ૨૬ રન કર્યા હતા. કોહલી તેની ઈનિંગને વર્લ્ડકપમાં સદીમાં કે મોટી ઈનિંગમાં રૂપાંતરિત નથી કરી શક્યો. તેવી જ રીતે રાહુલ એક મેચમાં કંઈક સારૂ રમે તો બીજી મેચમાં સસ્તામાં આઉટ થઈ જાય છે.
મિડલ ઓર્ડરમાં કોહલી પછી ખરા અર્થમાં કોઈ સાઉન્ડ રેગ્યુલર બેટ્સમેન નથી. રહાને, અગ્રવાલને લઈ શકાયા હોત કે એક જમાનામાં યુવરાજસિંઘ હતા. પંત, પંડયા, કાર્તિક ટી-૨૦ ફોરમેટને વધુ અનુકૂળ છે. જો રોહિત શર્મા કે કોહલી મોટી ઈનિંગ ના રમે તો ભારતના ૩૦૦ પ્લસ રન ના બની શકે. ધોની એક છેડો સાચવીને રનની રફતાર વધારે ના વધારે તેની મરજી. ૨૦૦૩, ૨૦૧૧ અને ૨૦૧૫ની બેટિંગ લાઈનઅપ વધુ ડેપ્થવાળી હતી. જો સેમિફાઈનલ કે ફાઈનલમાં રોહિત શર્મા કે કોહલી સસ્તામાં આઉટ થાય તો ભારતને ટોટલ ડિફેન્ડ કરવો અઘરો પડે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30dasb7
No comments:
Post a Comment