જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોની અથડામણમાં જૈશનો પાક. આતંકી ઠાર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળોની અથડામણમાં જૈશનો પાક. આતંકી ઠાર


શ્રીનગર, તા. 28 જૂન, 2019, શુક્રવાર

જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશે મોહંમદનો પાકિસ્તાની આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો.  ચોક્કસ બાતમીને આધારે સુરક્ષા દળોએ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના ક્રાલપોરા ચેકપોરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. 

સૂત્રોના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સુરક્ષા દળો  પર ગોળીબાર કરતા અથડામણ શરૂ થઇ હતી. મૃત આતંકીની ઓળખ ઝરાર તરીકે કરવામાં આવી છે અને તે પાકિસ્તાનનો નાગરિક છે. અથડામણના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂ ગોળો મળી આવ્યો હતો. 

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં સરહદે વસતા લોકો માટે જમીનની અંદર ૧૪૬ બંકર તૈયાર કરવામાં આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, ૨૦૧૭માં સરકારે ૪૧૫.૭૩ કરોડ રૂપિયાના ખર્ચે ૧૪,૪૬૦ બંકર તૈયાર કરવાની મંજૂરી આપી હતી. 

જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં આતંકીઓનું એક ગુપ્ત આશ્રયસ્થાનનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂગોળો અને શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FFYn6b

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages