એકતરફી પ્રેમમાં યુવકે તેની પ્રેમિકાની નજર સામે જળસમાધી લઈ આત્મહત્યા કરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 30 June 2019

એકતરફી પ્રેમમાં યુવકે તેની પ્રેમિકાની નજર સામે જળસમાધી લઈ આત્મહત્યા કરી


મુંબઇ, તા.  30 જૂન 2019, રવિવાર

એકતરફી પ્રેમમાં યુવકે તેની પ્રેમિકાની નજર સામે જ સાંગલીમાં નદીમાં જળસમાધી લઈ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો હતો. 

૨૪ વર્ષીય અબરાદ મુલાની ઘણા સમયથી આફરીન (નામ બદલ્યું છે) તે એકતરફી પ્રેમ કરતો હતો. સાંગલીમાં કૃષ્ણા નદીના સ્વામી સમર્થ ઘાટ પાસે અબરાર આ યુવતીને મળ્યો હતો. તેણે દસ મિનિટ સુધી આફરીનને પ્રેમનો સ્વીકાર કરવા સમજાવી હતી, પણ આફરીન તેને પ્રેમ કરતી નહોતી. 

પ્રેમમાં નિષ્ફળતા મળતા અબરાર માનધિકરીને ભાંગી ગયો હતો. બે મિનિટમાં નદીમાં જઈને આવું છું એમ કહીને અબરારે આ યુવતીને બાઇકની ચાવી અને તેનો મોબાઇલ ફોન આપ્યો હતો. બાદમાં અબરાર નદીના મધ્યભાગમાં ગયો ત્યારે આફરીને તેને બચાવવા બૂમાબૂમ કરી હતી.

સ્થાનિક લોકો મદદ માટે આવ્યા હતા. તેમણે અબરારને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે નદીમાં તણાઈ ગયો હતો. અગ્નિશામક દળે પાંચ કલાકની ભારે જહેમત બાદ અબરારનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2XiPHxr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages