પાલનપુર તા.30 જૂન 2019, રવિવાર
બનાસકાંઠાના વાવ તાલુકાની અસારા ગામની ગ્રા પંચાયતમાં ૧૪માં નાણાપંચ યોજના હેઠળ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટની રકમમાંથી રૃ.૨૪.૨૮ લાખની ઉચાપત કરવા મામલે અસારા ગામમાં ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી સહિત પાંચ વ્યક્તિ વિરૃદ્ધ વાવ તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઉચાપતમાં તલાટીના મેળાપીપણાથી ગ્રામ પંચાયતના કોઇ જ કામ કરાવ્યા વિનાજ બેરર ચેક દ્વારા ગ્રામ પંચાયતના એકાઉન્ટ માંથી ગ્રાન્ટની રકમ ઉપાડી લેવામાં આવી હતી. આ મામલે અગાઉ તલાટી ને ફરજ માંથી મોકૂફ પણ કરવામાં આવ્યા હતા.
વાવ તાલુકાના અસારા અને ચતરપુરા ગામમાં વર્ષ ૨૦૧૭માં તલાટી તરીકે ફરજ બજાવતા ચિરાગભાઇ આર.પટેલ ફરજમાં બેદરકારી દાખવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ તલાટી ના ફરજ સમય ગાળામાં અસારા અને ચતરપુરા ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૭ થી વર્ષ ૨૦૧૮/૧૯ દરમિયાન ૧૪માં નાણાપચના ત્રણ હપ્તાની ગ્રાન્ટ જમા થઇ હતી. જેમાં તલાટી ચિરાગ પટેલે નાણાપંચ યોજનામાં કરવામાં આવતા વિકાસના કામો ન થયા હોવા છતાં પણ ગ્રામ પંચાયતના દેના બેન્ક એકાઉન્ટ માંથી રમેશભાઇ પીરાભાઇ વણોલ નામે ત્રણ તબક્કામાંના બેરર ચેક મારફતે રૃ.૭,૭૭,૦૦૦ રામસંગભાઇ મહાદેવભાઇ રાજપુતના નામે બે ચેક મારફતે રૃ.૫,૮૬,૦૦૦, વર્ધાભાઇ આંબાભાઇ પરમાર ના નામે ૩,૬૫,૦૦૦ અને શંકરભાઇ હીરાભાઇ પ્રજાપતિના નામે ૭ લાખ મળીને કુલ રૃ.૨૪,૨૮,૦૦૦ ની રકમ ઉપડી ગઇ હતી. જોકે ગામમાં વિકાસના કામો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની રકમ કામો કર્યા વિના તેમજ બિલ વાઉચર ઉધાર્યા વિના જ સરકારી નાણા ઉપડી જતા આ ઉચાપત મામલે વાવ ટી.ડી.ઓ પ્રફૂલચંદ્ર રવિશંકર દવે દ્વારા અસારા ગ્રામ પંચાયતના તત્કાલિન તલાટી ચીરાગ પટેલ સહિત પાંચ ઇસમો વિરૃદ્ધ વાવ પોલીસ મથકે સરકારી નાણાંની ઉચાપત કરવાની ફરિયાદ દાખલ કરવવામાં આવી છે. જોકે તલાટી સામે સરપંચ અને તલાટી ની સહી વાળા કોરા બેરર ચેક ખોવાઇ જવા અને આ ચેક મારફતે બેંક માંથી નાણાં ઉપડી જવા મામલે તાલટીને ફરજમાં બેદરકારી દાખવવા મામલે અગાવ ફરજ માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જે બાદ તેમણે સામે ઉચાપત ની ફરિયાદ દાખલ થઇ છે.
કોની કોની સામે ગુનો નોંધાયો
તત્કાલિન તલાટી ચિરાગભાઇ આર.પટેલ, રામસંગભાઇ માદેવભાઈ રાજપુત, રહે.અસારા રમેશભાઇ પીરાભાઇ વણોલ રહે.બેણપ, વરધાભાઇ આંબાભાઇ પરમાર રહે. અસારા અને શંકરભાઇ હીરાભાઇ પ્રજાપતિ
વિકાસના કામો કર્યા વિનાજ ગ્રાન્ટ ઉપાડી લેવાઇ
અસારા અને ચતરપુરા ગ્રામ પંચાયત ને વર્ષ ૨૦૧૭/૧૯ થી વર્ષ ૨૦૧૮/૧૯ના સમયગાળામાં ૧૪માં નાણાં પંચ યોજના હેઠળ ગામમાં વિવિધ વિકાસના કામો કરવામાટે ત્રણ હપ્તા માં રૃ.૨૦,૦૭,૯૨૮ ની ગ્રાન્ટ પંચાયતના દેનાબેંન્ક એકાઉન્ટ માં જમા કરવામાં આવી હતી. જેમાં ગામમાં વિકાસના કામ કર્યા વિનાજ તત્કાલિન તલાટી અને સરપંચ ની સહિઓ વાળા બેરર ચેક દ્વારા જુદા જુદા વ્યક્તિના રૃ. ૨૪.૨૮ લાખની રકમ ઉપાડી લેવામાં આવી હતી.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZXj59t
No comments:
Post a Comment