પાલનપુર,તા.28 જૂન 2019, શુક્રવાર
પાલનપુરની એક યુવતીને તેના સાસરિયાઓએ પિયરમાંથી રૂ.50 લાખ રોકડ રકમ અને પેટ્રોલ પંપ દહેજ પેટે લાવી આપવાની માંગણી કરીને તેને પહેર્યે કપડે સાસરીમાંથી તગેડી મૂકવામાં આવતા યુવતિ દ્વારા તેના સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં દહેજ મામલે તેના સાસરિયાઓ દ્વારા તેને અવાર નવાર મારઝૂડ કરીને શારિરીક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો તેમજ લગ્ન વખતે રૃ.૭૦ લાખના સોનાના દાગીના અને કરીયાવર લઈને તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હોવાની ફરિયાદ કરાઈ છે.
પાલનપુરના મોટી બજાર વિસ્તારમાં આવેલ કંસારા શેરીમાં રહેતા કિરીટ અગ્રવાલની ૨૫ વર્ષીય દિકરી વર્ષાબેન અગ્રવાલના લગ્ન બે વર્ષ પહેલા ડીસા ખાતે રહેતા કેયુર મનુભાઈ અગ્રવાલ સાથે કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનો લગ્ન સંસાર થોડાક સમય સુધી સારો ચાલ્યો બાદમાં સાસરીયાઓ દ્વારા પરણીતા વર્ષાબેનને પિયરમાંથી દહેજ લાવી આપવા માટે અવાર નવાર મારઝૂડ કરી તેમજ બિભત્સ ગાળો અને મહેણા ટોણા મારીને શારિરીક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જે દરમિયાન પરણીતા વર્ષાબેનને પિયરમાંથી રૃ.૫૦ હજાર રોકડ રકમ અને પેટ્રોલપંપ દહેજ પેટે લાવી આપવાની માંગ કરીને તેમજ પરણીતા પાસેથી લગ્ન પ્રસંગે પિયરમાંથી આપવામાં આવેલ રૃ.૭૦ લાખના દાગીના અને કરીયાવર લઈ તેને પહેર્યે કપડે ઘરમાંથી તગેડી મુકવામાં આવતા આખરે સાસરિયાઓના ત્રાસથી ત્રસ્ત પરણીતો પિયરમાં આશ્રય મેળવ્યો હતો અને દહેજ મામલે તેની ઉપર શારિરીક અને માનસિક ત્રાસ ગુજારવા બદલ પતિ કેયુર મનુભાઈ અગ્રવાલ, સસરા મનુ કાલીદાસ અગ્રવાલ, સાસુ કમલેશબેન મનુભાઈ અગ્રવાલ ત્રણેય રહે.ડીસા નણંદ સિપ્રરાબેન અમૃતભાઈ મિત્તલ, પ્રિયંકાબેન આશિષ ચિરાનીયા અને નણદોઈ અમૃત મિત્તલ વિરુદ્ધ પાલનપુર પૂર્વ પોલીસ મથકે દહેજધારાની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NAq9Yv
No comments:
Post a Comment