14 કરોડના ખર્ચે તૈયાર થયેલ ટાઉનહોલ માત્ર 21 હજારમાં ભાડે અપાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 28 June 2019

14 કરોડના ખર્ચે તૈયાર થયેલ ટાઉનહોલ માત્ર 21 હજારમાં ભાડે અપાશે

મહેસાણા, તા. 28 જૂન 2019, શુક્રવાર

મહેસાણાના નાક સમાન રૃા. ૧૪ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ટાઉનહોલ રૃા. ૨૧ હજાર અને ટી.બી. રોડ પર આવેલ સીવીક સેન્ટર રૃા. ૨૭૧૦૦ના માસિક ભાડે આપવાના નિર્ણયથી પાલિકામાં ભારે વિવાદ ઉભો થયો છે અને પ્રમુખ, ચીફ ઓફિસરના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ નિર્ણયથી ટાઉનહોલના ચેરમેન સહિત ટાઉનહોલ  કમિટી પણ ખુદ અજાણ છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે ટાઉનહોલ અને સીવીક સેન્ટર ભાડે આપવાના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

મહેસાણા નગરપાલિકા સંચાલિત ટાઉનહોલ ત્રણ વર્ષ માટે ખાનગી એજન્સીને માસિક રૃા. ૨૧ હજારના ભાડે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે ૨૭૧૦૦ના ભાડે સીવીક સેન્ટર ખાનગી એજન્સીને આપવાનો નિર્ણય થયો છે. પાલિકાની સાધારણ સભામાં ટાઉનહોલની અગાઉ ચર્ચા થતા સભ્યોનો વિરોધ હોવા છતાં પ્રમુખે મનસ્વી રીતે નિર્ણય લઈ ખોટા ઠરાવ કરી ટેન્ડર કરેલ છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટેન્ડર ખોલવા પૂર્વે ૧૫ જેટલા નગરસેવકોએ ચીફ ઓફિસરને પત્ર પણ આપ્યો હતો. તેમ છતાં પ્રમુખ આ પત્રને ઘોળીને પી જઈ આ ટેન્ડર ખોલ્યું હતું અને ટેન્ડર આપ્યું છે ત્યારે આ બાબતને લઈ પાલિકામાં ભારે ધમાસાણ મચ્યું છે.

મહેસાણા સ્થિત ટાઉનહોલ માટે ચાર માસ પૂર્વે મેમ્બર ઓફ પાર્લામેન્ટ અરૃણ જેટલી, દિલીપ પંડયા, જયશ્રીબેન પટેલ, નટુજી ઠાકોરની ગ્રાન્ટ તેમજ સરકારી નાણાં તથા મહેસાણાના સ્થાનિક લોકોના ફાળાથી ૧૪ કરોડના ખર્ચે ટાઉનહોલનું નિર્માણ થયું હતું ત્યારે પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર દ્વારા તેને નજીવા ભાડે આપવાના નિર્ણયથી ભારે રોષ પાલિકા શાસક પક્ષના નગરસેવકોમાં ઉદ્ભવ્યો છે.

ટાઉનહોલની મહિનાની આવક કરતા જાવક વધુ હતીઃ પ્રમુખ

આ અંગે નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઈ સોલંકીએ જણાવ્યુ ંહતું કે અમારી સામે થયેલ આક્ષેપો તદ્દન ખોટા છે. જોકે ટાઉનહોલનો નિભાવ ખર્ચ રૃા. ૧.૫૦ લાખ મહિને હતો. જેની સામે આવક રૃા. ૮૮ હજાર જેટલી હતી ત્યારે તેની પાછળ જાવક વધારે હોવાથી ઉક્ત ટેન્ડર આપવામાં આવ્યું છે. શહેરીજનોને જે ઉંચા ભાડે ટાઉનહોલ ભાડે મળતો હતો તે હવે સસ્તા ભાવે મળશે અને પાલિકાને ફાયદો થશે સાથે પ્રજાને પણ લાભ થશે.

પાલિકાને શું મજબુરી છે તે આટલા નજીવા દરે ટાઉનહોલ આપ્યો

આ મામલે વોર્ડ નં. ૩ ના નગરસેવક અમીત પટેલે જણાવ્યું હતુ ંકે જો કોઈ ૧૦૦ ફૂટની દુકાન ભાડે લેવી હોય તો રૃા. ૧૨  હજાર જેટલું ભાડું હોય છે તો પાલિકાને શું મજબુરી છે કે ટાઉનહોલ જે રૃા. ૮૮ હજાર આવક મહિને પાલિકાને કરી આપે છે તે નજીવા દરે આપી પાલિકાને નુકસાન કરી રહ્યા છે. મળતીયાઓને આ ટાઉનહોલ આપવા શરતો હળવી બનાવાઈ હોવાના પણ  આક્ષેપ કર્યો હતો.

અમે વિરોધ કરીશુંઃ નગરસેવક

આ મામલે વોર્ડ નં. ૨ ના નગરસેવક હીરેન મકવાણાએ જણાવ્યું હતું કે ૧૪ કરોડનો ખર્ચ કર્યો હોય અને દર મહિને ૮૮ હજાર રૃપિયા ભાડું કમાઈને પાલિકાને  આપતો હોય તો ૨૧ હજાર જેટલા નજીવા દરે કેવી રીતે ટેન્ડર મંજુર થાય. આ અંગે અમે ભારે વિરોધ કરીશું. આ ટેન્ડરમાં ભારે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ટાઉનહોલ ચેરમેન ખુદ અજાણ

આ મામલે ટાઉનહોલના ચેરમેન અને નગરસેવક જયદીપસિંહ ડાભીએ જણાવ્યું હતું કે ટાઉનહોલની ૧૬ માસની ચોખ્ખી આવક રૃા. ૧૪,૧૭,૫૦૦ હોય તો નજીવા ભાડામાં કેમ આપી શકાય ? જોકે પ્રમુખ તેમજ ચીફ ઓફીસરે આ બાબતે અમને તેમજ ટાઉનહોલ કમિટીને અજાણ રાખી ટેન્ડર કર્યું છે. જોકે ટાઉનહોલ તેમજ સીવીક સેન્ટરનો કોન્ટ્રાક્ટ રાખનાર શુભમ તથા તથ્ય બન્ને એજન્સીઓને ટાઉનહોલ સાચવવાનો કોઈપણ પ્રકારનો અનુભવ નથી જ્યારે પાલિકાના અમુક સભ્યોની ભાગીદારી હોય તેવી પણ ચર્ચા આ મુદ્દે થઈ રહી છે. જ્યારે ભાજપના વિરોધ પક્ષના નેતાનો પણ આ બાબતે વિરોધ હોવાનો  પત્ર હોવા છતાં પ્રમુખે વિપક્ષને વિશ્વાસમાં લઈ સહી કરાવી ખોટી રીતે ટેન્ડર ખોલી મોટો ભ્રષ્ટાચાર આચર્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KMgko6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages