મેઘરાજાની કૃપા વરસતા 3 લાખ હેકટરમાં વાવેતર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 27 June 2019

મેઘરાજાની કૃપા વરસતા 3 લાખ હેકટરમાં વાવેતર

- મગફળી અને કપાસને ફાયદો; ધોરાજી, ગોંડલ, ઉપલેટા, જેતપુરમાં વધુ રાજકોટ તાલુકામાં ઓછું વાવેતર


રાજકોટ, તા.27 જૂન 2019, ગુરૂવાર

રાજકોટ શહેર અને જિલ્લામાં ધીમા પગલે મેઘમહારાજના આગમન બાદ છેલ્લા એક સપ્તાહના રાજકોટ તાલુકાને બાદ કરતા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થઇ જતાં ૩ લાખ હેકટરમાં વાવેતર કાર્ય પુર્ણ થઇ ગયું હોવાનો નિર્દેશ ખેતીવાડી ખાતાના સુત્રો દ્વારા આપવામાં આવ્યો હતો. 

રાજકોટ જિલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વાવણી વહેલી થઇ રહી છે અષાઢી બીજ પછી ગયા વર્ષે માટે ભાગના વિસ્તારોમાં વાવણી થઇ હતી. જેની સાપેક્ષમાં આ વર્ષે ધોરાજી, ગોંડલ, જેતપુર અને ઉપલેટા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં વાવણીનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. ૬૦ ટકાથી વધુ વાવેતર આ વિસ્તારોમાં પુરૂ થયું છે. જિલ્લામાં અત્યારે સરેરાશ ૩ ઇંચ વરસાદ વરસી ગયો છે જે મગફળી અને કપાસના વાવેતર માટે ફાયદારૂપ છે. 


જિલ્લામાં દર વર્ષે સરેરાશ અઢી લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થાય છે ત્યાર પછીનો ક્રમ કપાસનો રહે છે આ પ્રકારની સ્થિતિ આ વર્ષે પણ જળવાઇ રહે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી હતી. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આગામી ૨૪ કલાક દરમિયાન હળવા વરસાદી ઝાપટાની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી હતી. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NklFVH

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages