અમદાવાદ, તા. 24 મે 2019, શુક્રવાર
સુરતના સરથાણામાં તક્ષશિલા આર્કેડના ટ્યૂશન ક્લાસિસમાં આગ લાગતા અત્યાર સુધીમાં 17 લોકના મોત થઈ ચૂક્યા છે. ગાંધીનગરથી આદેશ છુટ્યા બાદ વહીવટીતંત્રે દોડતું થયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઘટના પર દુ:ખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અધિકારીઓને સુચના આપી છે. તેમજ મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાયની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને તેમજ વીડિયો જાહેર કરીને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે, સુરતના કોચિંગ ક્લાસમાં અકસ્માતમાં નાના બાળકોના મોત થયા છે. આ ઘટના ખૂબ દુ: ખદ છે. રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામેલા બાળકોના પરિવારોને 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત બાળકોને યોગ્ય અને ઝડપી સારવાર આપવામાં આવશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HQJFJT
No comments:
Post a Comment