
ગાંધીનગર, તા. 24 મે 2019, શુક્રવાર
શિક્ષણ બોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રવાહ અને ધો-૧૦નું પરિણામ જાહેર કર્યા બાદ હવે આવતીકાલે ધો-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બોર્ડની વેબસાઇટ ઉપર સવારથી આ પરિણામ જાહેર કરવામાં આવશે તો સાથે સાથે બોર્ડ દ્વારા આવતીકાલે જ માર્કસીટ શાળા સંચાલકોને આપવામાં આવશે જેમના દ્વારા વિદ્યાર્થીઓ સુધી પણ આવતીકાલે જ માર્કસીટ આપી દેવામાં આવશે.
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધો.૧ર વિજ્ઞાાન પ્રવાહનું અને ત્યારબાદ સોમવારે ધો.૧૦નું પરિણામ જાહેર કર્યા બાદ આવતીકાલે એટલે કે તા.૨૫ મેના શનિવારે ધો.૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ ઉત્તર બુનિયાદી પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
બોર્ડની વેબસાઈટ ુુુ.યજીમ.ર્યિ ઉપર સવારે આઠ કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાંથી કુલ ૧૩ હજાર જેટલા વિદ્યાર્થીઓએ માર્ચ માસમાં સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જ્યારે પરીક્ષાના વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્રોનું વિતરણ પણ સવારે ૧૨કલાકથી જિલ્લા વિતરણ સ્થળ ઉપરથી કરવામાં આવશે.
જ્યાંથી શાળાઓ પોતાના વિદ્યાર્થીઓની માર્કશીટ લઈ જશે અને ત્યારબાદ શાળા કક્ષાએથી વિધાર્થીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે તેમ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.વિજ્ઞાાનપ્રવાહ બાદ ધો-૧૦નુ રીઝલ્ટ બાદ આવતીકાલે સામાન્ય પ્રવાહનું પણ પરિણામ આપી દેવામાં આવનાર છે તેવી સ્થિતિમાં હવે સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં એડમીશનની મૌસમ શરૂ થશે. ત્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ ઉચે આવશે તેમ સ્થાનિક શિક્ષણવિદો આશા રાખી રહ્યા છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCMrpF
No comments:
Post a Comment