નવી દિલ્હી, તા. 4 મે 2019, શનિવાર
લોકસભાની ચૂંટણીમાં સર્જિકલ સ્ટ્રાઈકનો મુદ્દો છવાયેલો રહ્યો. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે આક્ષેપ બાજી કરવામાં આવી રહીં છે. સેનાનું આ શોર્ય દેશવાસીઓ માટે ગર્વ કરવા જેવું છે જયારે બીજેપી પોતાના લાભર્થે સર્જિકલ સ્ટ્રાઈકના નામે વોટ માંગી રહી છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે દેશમાં મોટાભાગનું મતદાન પુરૂ થઇ ગયું છે અને બીજેપી ચૂંટણી હારી રહીં છે. રેલીઓ અને જાહેર સભામાં સર્જિલ સ્ટ્રાઈકના ઉલ્લેખને લઇને રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું કે સેના મોદીની ખાનગી મિલકત નથી.
યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલા સર્જિકલ સ્ટ્રાઈક પર ઉઠી રહેલા સવાલના જવાબમાં કહ્યું કે સેનાની સ્ટ્રાઈકને વીડિયો ગેમ ખપાવી વડપ્રધાન નરેન્દ્ર મોદી દેશની સેનાને બદનામ કરી રહ્યાં છે. સેના કોઇ વ્યક્તિની નહીં પરંતુ દેશની હોય છે.
પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાત
- સેના દેશની છે, કોઇ એક વ્યક્તિની જાગીર નથી. અમે તેના પર રાજકારણ નથી કરતા. વડપ્રધાનમાં એટલું તો સમ્માન હોવું જોઇએ કે તેઓ સેનાના લોકોનું અપમાન ન કરે.
- વડાપ્રધાન પાસે કોઇ વિશેષતા (આવડત) નથી. જે લોકો પાસે છે તેમનો તે ઉપયોગ નથી કરતા. માટે તેઓ રાફેલ મુદ્દે ચર્ચા કરવા નથી માંગતા.
- રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે મોદી સરકારે દેશની અર્થવ્યસ્થાને બરબાદ કરી નાખી.
- હું એક ડરેલો વડાપ્રધાન જોવું છું, જે વિપક્ષના સવાલોનો સામનો કરવા અસમર્થ છે.
- મસૂદ અઝહર એક આતંકવાદી છે, તેને જરૂર સજા મળવી જોઇએ પરંતુ તેને પાકિસ્તાન કોને મોકલ્યો હતો.
- કોંગ્રેસે કોઇ પણ આતંકવાદીને પાકિસ્તાન મોકલ્યો નથી, અમે આવું ક્યારેય કરીશું નહીં.
- આતંકવાદ સામે આકરા પગલા ઉપાડવાની જરૂર છે. અમે મોદી સરકારની સરખામણીએ વધારે કડકાઇથી આતંકવાદનો સામનો કરીશું.
- કંઇ સરકાર આતંકવાદની સામે ઝુકી, અઝહરને પાકિસ્તાન કોને મોકલ્યો? ભાજપે આતંકવાદ પર સમાધાન કર્યું.
- વડાપ્રધાન મોદી પર જ્યારે પ્રેશર વધે છે ત્યારે તે ભાગી જાય છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PKunKo
No comments:
Post a Comment