નવી દિલ્હી,તા.4.મે.2019
નાણા મંત્રી અરુણ જેટલીએ બેકોપ્સ નામની કંપની બનાવવાના મામલામાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર ચોંકાવનારો આક્ષેપ કર્યો છે.
જેટલીએ કહ્યુ હતુ કે, પહેલા પણ જ્યારે આ પ્રકારના મામલા સામે આવ્યા ત્યારે કોંગ્રેસ તરફથી કોઈ જવાબ અપાયો નહોતો.રાહુલ ગાંધીએ 2002માં બેકોપ્સ કંપની બનાવવામાં આવી હતી.જેના થકી ડીફેન્સ ડીલ કરતી બે કંપની બનાવાઈ હતી. 28 મે,2002ના રોજ ભારતમાં એક કંપની ખુલી હતી.
બેકઓપ્સ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ડાયરેક્ટર બન્યા હતા. 21 ઓગષ્ટ, 2003માં બ્રિટનમાં પણ આ જ નામથી કંપની બની હતી. જેના ડાયરેક્ટર રાહુલ ગાંધી અને ઉલરિક મેકનાઈટ નામના અમેરિકન નાગરિક બન્યા હતા.
જેટલીના કહેવા પ્રમાણે આ કંપનીનુ કોઈ મેન્યુફેકચરિંગ યુનિટ નહોતુ. આ કંપની લાયેઝનિંગનુ કામ કરતી હતી.જેનો અર્થ એ કે અમે તમારુ કામ કરાવીશુ અને બાદમાં પૈસા લઈશું. ચૂપ રહેવાનો અધિકારી કોઈ કેસમાં આરોપીને હોય છે. રાજનેતાઓને નહી, કોંગ્રેસે આનો જવાબ આપવો પડશે.
તેમણે કહ્યુ હતુ કે, કંપનીમાં રાહુલ ગાંધીના 65 ટકા શેર હતા. 2009માં રાહુલ ગાંધી કંપનીમાંથી નિકળી ગયા હતા અને તેની પાછળનુ કારણ શું હતુ તે સમજી શકાય છે. રાહુલ ગાંધીના પૂર્વ સહયોગી આ કંપની થકી કામ કરે છે. મને આશા છે કે, કોંગ્રેસ તમામ સવાલોનો જવાબ આપશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VMNb0X
No comments:
Post a Comment