
અમદાવાદ, તા. 3 મે, 2019, શુક્રવાર
રૂપિયા ૧૨ કોરડની ખંડણી અને રૂપિયા ૩૨ કરોડના બિટકોઇન પડાવવાના કેસમાં અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની કાયમી જામીન માટેની અરજી ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વી.એમ. પંચોલીએ મંજૂર કરી છે. સી.આઇ.ડી. કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અમરેલી જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરવાની અને વિવાદિત બિટકોઇન પર હકદાવો નહીં કરવાની શરતે જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા છે.
સુરતના બિલ્ડર શૈલેશ ભટ્ટનું અપહરણ કરી રૂપિયા ૧૨ કરોડની ખંડણી અને રૂપિયા ૩૨ કરોડના બિટકોઇન પડાવવાના કેસમાં નલિન કોટડિયાએ જામીન અરજી કરી રજૂઆત કરી હતી કે તેઓ સપ્ટેમ્બર મહિનાથી જેલમાં છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે.
કેસની પ્રથમ ફરિયાદમાં જે આરોપીઓના નામ હતા તેમને જામીન મળી ચૂક્યા છે. તેથી તેમને પણ જામીન મળવા જોઇએ. કોટડિયાની રજૂઆત છે કે સહઆરોપીઓના નિવેદનોના આધારે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેથી પોલીસે અટકળો અને અનુમાનોના આધારે તેમને આરોપી બનાવ્યા છે.
કોટડિયાની રજૂઆત છે કે તેમના પર બિટકોઇન તોડકાંડનું ષડયંત્ર ઘડવાનો આરોપ છે પરંતુ આ બાબત હજુ ટ્રાયલ કોર્ટ સમક્ષ સાબિત થવાની બાકી છે. પોલીસે નોંધેલા નિવેદનોના આધારે તેમને જેલમાં ન રાખી શકાય અને પોલીસે નોંધેલા આરોપો આધારવિહિન છે. સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો હતો પરંતુ હાઇકોર્ટે કોટડિયની તરફેણમાં આદેશ આપી કાયમી જામીન મંજૂર કર્યા છે.
જો કે એક વર્ષ સુધી અમરેલી જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરવાની શરત મૂકવામાં આવી છે અને કોઇ પ્રકારના બિટકોઇન પર હકદાવો નહં કરવાની શરત પણ મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનાના મુખ્ય સૂત્રધાર ગણાતા અમરેલીના પૂર્વ પોલીસ વડા જગદીશ પટેલ અને કિરીટ પાલડિયાને કાયમી જામીન મળી ચૂક્યા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PLde3l
No comments:
Post a Comment