
ગાંધીનગર, તા.04 મે 2019, શનિવાર
ઇન્કમ ટેક્ષ વિભાગ દ્વારા કરદાતાઓમાં જાગૃતતા લાવવાના હેતુસર જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડો.વિક્રમ એસ. શર્મા, જોઇન્ટ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્ષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયકર અધિકારી, વોર્ડ -૩ ગાંધીનગર તથા તેમના કર્મચારીઓ દ્વારા જાક જીઆઇડીસી, દહેગામ ખાતે આવેલા મેકકુર લેબોરેટરીજ લિમિટેડ ખાતે 'ઇન્કમ ટેક્સ જનજાગૃતિ કાર્યક્રમ'નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં કંપનીના ડાયરેક્ટર તથા સમગ્ર કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોઇન્ટ કમિશ્નર ઓફ ઇન્કમ ટેક્ષ તથા તેમના અધિકારીઓ દ્વારા ઇન્કમ ટેક્ષ અંગેની જરૂરી તાજેતરની માહીતી પૂરી પાડવામાં આવી. ઇન્કમ ટેક્ષનો વ્યાપ વધારવા તથા તેની જરૂરીયાત અંગેની સમજ આપવામાં આવી હતી.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WqiBYf
No comments:
Post a Comment