પાલનપુરના સંસ્કૃત કોમ્પ્લેક્ષની લીફ્ટમાં આગ ભભૂકતાં અફડાતફડી મચી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

પાલનપુરના સંસ્કૃત કોમ્પ્લેક્ષની લીફ્ટમાં આગ ભભૂકતાં અફડાતફડી મચી

પાલનપુર, તા. 26 મે 2019, રવિવાર

પાલનપુરમાં આબુ હાઈવે પર આવેલ સંસ્કૃત કોમ્પ્લેક્ષમાં રવિવારની બપોરે લીફ્ટમાં વીજ શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. બનાવ અંગે ફાયર ફાયટરને જાણ કરવામાં આવતા ફાયટરની બે ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને કાબુ મેળવ્યો હતો. રવિવારની રજા હોય લીફ્ટ બંધ હોય ાગના બનાવમાં જાનહાનિ ટી હતી. 

પાલનપુરમાં આબુ હાઈવે પર હનુમાન ટેકરી નજીક આવેલ સંસ્કૃત કોમ્પ્લેક્ષમાં વીજ શોર્ટસર્કિટ થવાના કારણે લીફ્ટની અંદરના ભાગે આગ ભભુકી ઉઠતાં અફડાતફડી મચી જવા પામી હતી જોકે લીફ્ટની આગ કોમ્પ્લેક્ષમાં પ્રસરે તે પહેલા ફાયર ફાયટરને જાણ કરવામાં આવતા પાલનપુર નગરપાલિકાના બે ફાયર ફાયટર તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયા હતા તેમજ વીજ તંત્રની ટીમ પણ બનાવ સ્થળે દોડી આવી હતી. જ્યાં વીજ પુરવઠો બંધ કર્યા બાદ આગ પર પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજે રવિવારની રજા અને લીફ્ટ  બંધ હોય આગના બનાવમાં જાનહાનિ ટળી હતી.

પરંતુ કોમ્પ્લેક્ષમાં આગના બનાવોને રોકવા માટે ફાયર સેફ્ટ ીવસાવવી ફરજિયાત હોવા છતાં અને સુરત આગ હોનારત બાદ તમામ મોટા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટી વસાવવા સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા છે તેમ ચતાં આ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. જોકે પાલનપુરમાં મોટાભાગના કોમ્પ્લેક્ષ, હોસ્પિટલો અને શાળાઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી ત્યારે પાલિકા દ્વારા ફાયર સેફ્ટી ન ધરાવતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૃરી છે.

કોમ્પ્લેક્ષમાં  ફાયર સેફ્ટીના સાધનો જ નથી !

સુરત આગ હોનારત બાદ સરકાર દ્વારા બહુમાળી ઈમારતો, કોમ્પ્લેક્ષ અને શાળા, કોલેજ, દવાખાનાઓમાં લોકોની સલામતી અને આગના બનાવોને રોકવા માટે અગ્નિશામક સામગ્રી વસાવવાના આદેશ કરવામાં આવ્યા છે તેમ છતાં પાલનપુરની મોટાભાગની બિલ્ડીંગો, હોસ્પિટલો અને સ્કૂલોમાં ફાયર સેફ્ટી વસાવવામાં આવી જ નથી અને રવિવારે જે સંસ્કૃત કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી ત્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટી ન ધરાવતા બિલ્ડીંગો સહિતના એકમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે જેથી ભવિષ્યમાં આગની હોનારતોને અટકાવી શકાય તેવો જનમત પ્રવર્તવા પામ્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30ErjV4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages