મુંબઇ તા.14 મે 2019 મંગળવાર
એ લિસ્ટના ગણાતા કલાકાર ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટનીએ તાજેતરમાં સોશ્યલ મિડિયા પર એક વિડિયો ક્લીપ મૂકી હતી અને એની સાથે લખ્યું હતું કે હું બટરફ્લાય કીક શીખવાના પ્રયાસો કરી રહી છું.
'આય મિસ ટ્રેનિંગ ઑફ બટરફ્લાય કીક... હું શીખવા મથી રહી છું. મને હજુ એની બાકાયદા ટ્રેનિંગ મળી નથી. ફિટનેસ માટેનો મારો આગ્રહ કાયમી રહ્યો છે એટલે નિયમિત વર્ક આઉટ કરું છું...હજુ મારે ઘણી લાંબી મજલ કાપવાની છે' એમ દિશાએ લખ્યું હતું.
દિશા અવારનવાર આ રીતે સોશ્યલ મિડિયા પર વિડિયો ક્લીપ અને ફોટોગ્રાફ્સ શૅર કરે છે. પોતાનું વજન પણ વધી ન જાય એ માટે દિશા સતત સાવધ રહે છે.
બાગી ટુ હિટ નીવડયા પછી એને સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ ભારત મળી હતી જેમાં એ સલમાન ખાનની બહેન અને સર્કસની એથ્લેટનો રોલ કરી રહી છે.
આ ફિલ્મ સલમાન ખાન પોતાની પરંપરા પ્રમાણે આ વર્ષની ઇદ પર રજૂ કરવાનો છે. અલી અબ્બાસ ઝફરે દિશાના પુરુષાર્થને બિરદાવ્યો હતો. કેટલાક સ્ટંટ દિશાએ ડબલની મદદ વિના પોતે જાતે કર્યા હતા.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JEeVhZ
No comments:
Post a Comment