મુંબઇ તા.14 મે 2019 મંગળવાર
મોખરાના અભિનેતા-ગાયક-ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે પોતાની ગર્લફ્રેન્ડ શિવાની દાંડેકર સાથે વેકેશન પર મોજ મસ્તી કરી રહ્યા હોવાના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા હતા.
છેલ્લા એક વર્ષથી આ બંને વચ્ચે અફેર ચાલી રહ્યો છે. અગાઉ ફરહાને સત્તર અઢાર વર્ષના લગ્નજીવનનો અંત આણીને પત્ની અધૂનાને ડાઇવોર્સ આપ્યા હતા. એ પછી એનું નામ શ્રદ્ધા કપૂર સાથે બોલાતું થયું હતું. એક તબક્કે તો શ્રદ્ધા ફરહાનના ઘેર રહેવા પણ ચાલી ગઇ હતી. ત્યારે શક્તિ કપૂર પુત્રીને સમજાવીને પોતાને ઘેર પાછો લઇ ગયો હતો.
આ વર્ષના જાન્યુઆરીમાં ફરહાનનો ૪૫મો બર્થ ડે હતો ત્યારે આ બંને જણ મેક્સિકો ફરવા ગયાં હતાં ત્યારની આ તસવીરો છે જેમાં શિવાની બિકિનીમાં નજરે પડે છે. બંને જણ કોઇ સમુદ્રતટ પર મસ્તી કરી રહ્યાં હોય એવા આ ફોટોગ્રાફ્સ છે.
જો કે અગાઉ શિવાનીના સ્વજનોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આ બંને જણ પરણી ન જાય ત્યાં સુધી આવા ઇન્ટિમસીના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર મૂકવા ન જોઇએ. પરંતુ એમ લાગે છે કે શિવાનીએ પોતાના કુટુંબીજનોનો આ અભિપ્રાય ગંભીરતાથી લીધો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JgGAWV
No comments:
Post a Comment