હવે દુનિયાભરના સમાચાર સંભળાવશે રોબોટ એન્કર - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 3 May 2019

હવે દુનિયાભરના સમાચાર સંભળાવશે રોબોટ એન્કર


નવી દિલ્હી, 2 મે 2019, ગુરુવાર

દુનિયાભરના સમાચાર વાંચતા ન્યૂઝ એન્કર તો તમે ટીવી પર જોયા જ હશે. પરંતુ હવે તમને અરબી ભાષામાં સમાચાર વાંચતા રોબોટ એન્કર જોવા મળશે. આ ન્યૂઝ એન્કર દેખાવમાં માણસ જેવા જ દેખાશે પરંતુ તે આર્ટિફિશલ ઈંટેલિજન્સ ટેકનીક સાથે હશે. ચીનના સર્ચ ઈંજન અને આર્ટિફિશલ ઈંટેલિજન્સ દિગ્ગજ સોગોઉ સાથે ડીલ સાઈન કરી છે. આ ડીલ હેઠળ અરબી બોલતા આઈએ ન્યૂઝ એન્કરને ડેવલપ કરવામાં આવશે. અરબી ભાષામાં ન્યૂઝ વાંચતા આ પહેલા એન્કર હશે. આ રોબોટ વર્ષભર અને દિવસમાં 24 કલાક ન્યૂઝ બ્રોડકાસ્ટ થતા સમાચારને રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે ગતવર્ષે સોગોઉએ ચીનની સરકારી ન્યૂઝ એજન્સી સાથે મળી અને આઈએ ન્યૂઝ એન્કરની ઘોષણા કરી હતી. આ રોબોટ એન્કર પણ માણસની જેમ જ ન્યૂઝને રજૂ કરશે. આ રોબોટ પણ અવાજમાં ઉતાર ચઢાવ અને ફેશિયલ મૂવમેન્ટ અને ચહેરાના ભાવ બદલી શકશે. આ ટેકનોલોજી મીડિયા સેક્ટરમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ચીનએ છેલ્લા કેટલાક વર્ષોમાં એઆઈમાં મોટું રોકાણ કર્યું છે. એક રીપોર્ટ અનુસાર 2016થી 2018 વચ્ચે ટોપ 50 લિસ્ટમાં ચીનની કંપનીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 3 વર્ષમાં ટોપ 50 લિસ્ટમાં ચીનની કંપનીઓની સંખ્યા 9થી વધી અને 19 થઈ ગઈ છે. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GQaRrP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages