કચ્છમાં ૪૫ ડિગ્રી ધોમધખતા તાપમાં મીઠુ પકવતા અગરિયાઓ બેહાલ બન્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 3 May 2019

કચ્છમાં ૪૫ ડિગ્રી ધોમધખતા તાપમાં મીઠુ પકવતા અગરિયાઓ બેહાલ બન્યા

ભુજ,ગુરૃવાર

છેલ્લા એકાદ મહિનાથી કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. ૪૨થી ૪૫ ડિગ્રી અિધકતમ તાપમાન અનુભવાતો હોવાથી લોકો ગરમીથી બચવા પ્રયત્નો કરે છે. સમાજનો સાહુકાર વર્ગ ગરમીથી બચવા ઘર-ઓફિસ અને ગાડીમાં એસીનો ઉપયોગ કરીને કદાચ ગરમીથી બચી જાય છે પરંતુ સમાજમાં બીજા ઘણા એવા વર્ગો છે કે જેઓને ગરમીથી બચવા માટેનો કોઈ છુટકો નાથી. દિવસભરની કાળઝાળ ગરમી તેઓને વેઠવી પડતી હોય છે ત્યારે કચ્છના રણમાં ધોમાધખતા તાપમાં મીઠુ પકવતા અગરિયાઓનો પણ તેમાં સમાવેશ થાય છે. દિવસભરનો ધોમાધખતો તાપ અને કાળઝાળ ગરમી વચ્ચે તેઓના શરીર શેકાતા રહે છે. તેમ છતા સરકાર દ્વારા તેઓને કોઈ પણ સીઝનમાં મદદરૃપ થવા માટે કોઈ પણ પ્રકારની તૈયારી દેખાડાતી નાથી.

પીવાના પાણી, શિક્ષણ, વીજળી, રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત અગરિયાઓ મામલે સરકાર નિંદ્રાધીન        

છેલ્લા કેટલાક દિવસોથી કચ્છમાં ૪૨ ડિગ્રી ગરમી સામાન્ય બની ગઈ છે. ત્યારે, કચ્છના રણમાં અગરીયાઓ ૪૨-૪૫ ડિગ્રી તાપમાનમાં મીઠુ પકવીને પોતાનું ગુજરાન ચલાવે છે. આવા ધોમ ધખતા તાપમાં મીઠુ પકવતા અગરીયાઓ વિવિાધ સુવિાધાઓાથી વંચિત છે. જેાથી, તેઓને ફરજીયાતપણે તાપને સહન કરીને રોજી રોટી કમાવી પડે છે. અગરીયાઓને પીવાનું પાણી, તેઓના બાળકોને શિક્ષણ, વીજળી, રસ્તાઓ સહિત દવાખાનાની સુવિાધાઓાથી વંચિત રાખવામાં આવે છે. અગરીયાઓ ચામડી અને આંખના રોગોથી પીડાતા હોય છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવામાં આવે છે જો કે સરકાર દ્વારા અગરીયાઓના પરિવાર માટે કોઈ નકકર પગલા ભરાતા હોતા નાથી.

કચ્છના રણકાંઠા વિસ્તારમાં વસતા લોકો આ મીઠા ઉાધોગના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે. તેઓ આ ધોમાધખતા તાપમાં મીઠુ પકવતા હોય છે પરંતુ તેઓને આરોગ્યની પુરતી સારવાર મળતી ન હોવાથી તેઓ ચામડી, આંખ સહિતની બિમારીઓનો ભોગ બને છે. તેમના બાળકો પણ કુપોષણનો ભોગ બને છે. સમયસર ઈલાજ નહિં થવાથી ગંભીર રોગમાં પરિવર્તિત થતા હોય છે. રણકાંઠા વિસ્તારમાં આરોગ્યની સુવિાધા વિકસાવવાની માંગ ઠેરની ઠેર છે. તો બીજી તરફ રણકાંઠા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા પણ દિવસે ને દિવસે વકરતી જાય છે. અગરીયાઓ વર્ષના ૮ મહિના રણમાં વિતાવે છે. દરેક તહેવારો પણ ગામ અને સમાજ-પરિવારાથી દુર રહીને ઉજવતા હોય છે. આ પરિવારોની સાર સંભાળ કે ખબર અંતર પુછવા વાળુ દુર દુર સુાધી કોઈ હોતુ નાથી. વર્ષોથી અગરીયાઓની હાલત ત્યાંની ત્યાં જ છે જેને દાયકાઓનો સમય વીતી ગયો છે. અગરીયાઓ વર્ષોથી પીવાના પાણી, શાળા, વિજળી, રસ્તાઓ અને દવાખાનાઓ સહિતની અસુવિાધાઓાથી વંચીત છે.અનેક સમસ્યાઓ તેઓને સતાવી રહી છે. રણમાં અમૃત પકવતા અગરીયાઓને ચામડી અને આંખના રોગ સામાન્ય બની ગયા છે. તંત્ર દ્વારા અગરીયાઓ માટે દવાખાના કે તપાસણી કેમ્પ કરવા જોઈએ. તેઓને ૯૫ ટકા ચામડીની બિમારી થાય છે. પગ ગળી જાય છે, કિડની લીવર પણ ખરાબ થઈ જાય છે. અગરમાં સતત ખુલ્લામાં પગે કામ કરવાથી પગનો ભાગ પણ સંવેદનહીન બની જાય છે. મૃતદેહના અગ્નિ સંસ્કાર પણ સરળતાથી થતા હોતા નાથી. અત્યારે પણ મૃતકનો દેહ ખાસ કરીને પગ બાળવા માટે સામાન્ય કરતા વાધુ બળતણનો ઉપયોગ કરવો પડે છે. રણમાં મેડીકલ સુવિાધા ના હોવાના કારણે ૮ મહિના સુાધી ૪૦થી ૪૫ ડિગ્રીમાં તેઓને પીડા સહન કરવી પડે છે. બીજી તરફ તેઓને લઘુતમ વેતન ઓછુ મળે છે. અગરીયાઓના બાળકો શિક્ષણાથી વંચીત રહીને વડગરૃ મીઠુ ઉત્પન્ન કરીને તેને વહંચીને પોતાની પ્રાથમિક જરૃરિયાત સંતોષે છે. અગરીયાઓ રણમાં રહેતા હોવાથી તેમના ઝુંપડા મુખ્ય માથકાથી બેાથી ત્રણ કિ.મી.ના અંતરે હોય છે. આમ, સરકાર અગરીયાના પ્રશ્રે ગંભીર બને તેવી માંગ છે.



from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y2DybR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages