લોસ એંજલ્સ તા.૨ મે 2019 ગુરૂવાર
પોર્ટુગલની અભિનેત્રી ડેનિયેલા મેલશ્યોર સૂસાઇડ સ્ક્વોડની સિક્વલથી હોલિવૂડમાં પ્રવેશી રહી છે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
આ ફિલ્મથી એ હોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે એમ વેરાયટી ડૉટ કોમના અહેવાલમાંં જણાવાયું હતું. ડેનિયેલા આ ફિલ્મમાં વિલનનો રોલ કરશે. એને રેટકેચર (ઉંદર પકડનારી) તરીકે ઓળખાવાઇ હતી.
અત્યાર અગાઉ આ સિક્વલ માટે ઇદ્રિસ એલ્બા, જ્હૉન સેના અને ડેવિડ ડાસ્તમેલશ્યાન સાઇન થઇ ચૂક્યા હતા. ઓરિજિનલ ફિલ્મના બે કલાકારો માર્ગોટ રોબી અને જય કોર્ટની સિક્વલમાં પણ ચમકશે.
જેમ્સ ગન નિર્દેશિત મૂળ ફિલ્મમાં રેટકેચરનો રોલ એક પુરુષ અભિનેતાએ કર્યો હતો પરંતુ સિક્વલમાં આ રોલ ડેનિયેલાને આપવામાં આવ્યો છે એમ આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZR8hdS
No comments:
Post a Comment