નવી દિલ્હી તા.1 મે 2019 બુધવાર
અમેરિકાના સિનસિનાટી શહેરમાં એક ભારતીય અને ભારતીય કૂળના અન્ય ત્રણ એમ ચાર વ્યક્તિની હત્યા કરાઇ હોવાના સમાચારને ગત સરકારના વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે સમર્થન આપ્યું હતું.
સુષમાએ ટ્વીટર પર મૂકેલા સંદેશામાં જણાવ્યા મુજબ મને રવિવારે સાંજે અમેરિકા ખાતેના ભારતીય રાજદૂતે એવા સમાચાર આપ્યા હતા કે સિનસિનાટીમાં એક ભારતીય વ્યક્તિ અને ભારતીય કૂળની અન્ય ત્રણ વ્યક્તિ સહિત કુલ ચાર વ્યક્તિની હત્યા કરાઇ હતી. જેની હત્યા કરાઇ એ ભારતીય વ્યક્તિ અમેરિકાના પ્રવાસે ગઇ હતી.
જો કે સુષમાજીએ ઉમેર્યું હતું કે મને આપણા રાજદૂતાવાસે કહ્યું હતું કે પોલીસ વધુ તપાસ કરી રહી છે પરંતુ એક વાત નક્કી છે કે આ હત્યા રંગદ્વેષના કારણે કે ધિક્કાર યા નફરતના કારણે કરાઇ નહોતી.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZOqsAG
No comments:
Post a Comment