મુંબઇ તા.25 મે 2019 શનિવાર
સિનિયર અભિનેત્રી શબાના આઝમીએ સોશ્યલ મિડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને અભિનંદન આપતો સંદેશો મૂક્યો એ સાથે સેંકડો લોકોએ એને ટ્રોલ કરી હતી.
સંસદીય ચૂંટણી વખતે વિવાદાસ્પદ વિધાનો કરવા માટે પંકાયેલા કનૈયા કુમારને ટેકો આપવા ઉપરાંત શબાના અને એના ગીતકાર સ્ક્રીપ્ટ લેખક પતિ જાવેદ અખ્તરે ભાજપ અને વડા પ્રધાનની આકરી ટીકા કરી હતી. વાસ્તવમાં આ બંનેને રાજ્યસભા કે લોકસભા બંનેમાંથી એકમાં પરત જવાની અને સાંસદ બનવાની બહુ ઇચ્છા હતી. પરંતુ કોઇ પક્ષે એ બંનેને આ વખતે ટેકો આપ્યો નહોતો. એટલે બંને ધૂંધવાયેલાં હતાં.
શબાનાએ વડા પ્રધાનને બિરદાવતી ટ્વીટ કરી એ સાથે સેંકડો લોકો એને ટ્રોલ કરતા થયા હતા.
શબાનાએ લખ્યું, ભારતની જનતાએ તમને કેવો બળકટ સાથ સહકાર આપ્યો છે ! મારા તમને હાર્દિક અભિનંદન...!
બીજી ક્ષણે એ ટ્રોલ થવા લાગ્યાં હતાં. એક ઉત્સાહી ટ્રોલરે તો લખ્યું હતું કે તમને આતંકવાદીઓના માનવ અધિકારની ચિંતા બહુ હોય છે. તો તમે પાકિસ્તાન કેમ ચાલ્યા નથી જતા ?
કનૈયા કુમાર આ ચૂંટણીમાં ભૂંડે હાલે પરાજિત થયો હતો.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNO7Ow
No comments:
Post a Comment