લોસ એંજલ્સ તા.25 મે 2019 શનિવાર
બોલિવૂડની મોખરાની અભિનેત્રી દીપિકા પાદુકોણે આ વર્ષના કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં પહેરેલા ગાઉન જેવો જ ગાઉન અમેરિકાની સુપર મોડેલ ગણાતી કેન્ડલ જેનરે પહેરતાં સોશ્યલ મિડિયા પર એની ચર્ચા શરૃ થઇ હતી.
ઓસ્કાર એવોર્ડ સમારોહ અને કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ટોચના કલાકારોના ડિઝાઇનર ડ્રેસિસ પર દુનિયાભરના લોકોની બાજ નજર હોય છે. અગાઉ દીપિકાએ ૨૦૧૭માં કાન્સમાં જે પોષાક પહેર્યો હતો એની કોપી અમેરિકાની ટોચની ગાયિકા બેયેાન્સે કરી હતી અને તરત એની પણ ચર્ચા સોશ્યલ મિડિયા પર થઇ હતી.
સામાન્ય રીતે બોલિવૂડની એવી ઇમેજ છે કે હોલિવૂડની સુપરહિટ ફિલ્મોની નબળી નકલ બોલિવૂડમાં થતી હોય છે. પરંતુ ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સમાં બોલિવૂડની અભિનેત્રીઓ જે પોષાક, હેરસ્ટાઇલ કે મેકપ અપનાવે છે એની નકલ અમેરિકા અને યૂરોપના દેશોમાં થતી હોય છે. એની જેટલી નોંધ લેવાવી જોઇએ એ વિદેશી મિડિયા લેતા નથી. જો કે આ વરસે દીપિકા અને કેન્ડલ જેનર બંનેના ફોટોગ્રાફ્સ સાથે આ વાતની નોંધ લેવાઇ હતી કે દીપિકાના પોષાકની નકલ કેન્ડલ જેનરે કરી હતી.
દીપિકા હાલ મેઘના ગુલઝાર નિર્દેશિત ફિલ્મ છપાક્માં મુખ્ય રોલ કરવા ઉપરાંત ફિલ્મની સહનિર્માત્રી છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30KVidZ
No comments:
Post a Comment