લક્ઝરી બસના ઓથા હેઠળ અંગ્રેજી દારૂ ઘુસાડવાના પેંતરા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 May 2019

લક્ઝરી બસના ઓથા હેઠળ અંગ્રેજી દારૂ ઘુસાડવાના પેંતરા


ભાવનગર, તા. 26 મે 2019, રવિવાર

બુટલેગરો, નશાખોરોએ હવે ખાનગી ટ્રાવેલ્સની બસના ઓથા હેઠળ વિલાયતી દારૃ અને ગાંજો વગેરેનો જથ્થો ભાવનગર લાવવાના પેતરા શરૂ કર્યો છે. એક માસ પૂર્વે નારી ચોકડી પાસેથી લકઝરી બસમાં વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો હતો. એક સપ્તાહ પૂર્વે અમદાવાદથી ગાંજાનું પાર્સલ પણ લકઝરી બસમાં આવ્યું હતું. ત્યારે નિરમા ચોકડી પાસેથી પોલીસે માયા ટ્રાવેલ્સની બસમાં લવાઈ રહેલા અંગ્રેજી દારૂની 173 બોટલ સાથે ડ્રાઈવર, ક્લીનર સહિતના ત્રણ શખસની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ લૂંટના ગુનાના આરોપીઓને શોધવા માટે નિરમા ચોકડી પાસે વોચમાં હતી. ત્યારે મુંબઈ-ભાવનગર રૂટ પર ચાલતી ભાવનગરની માયા ટ્રાવેલ્સની બસમાં ડ્રાઈવર, ક્લીનર સહિતનાઓ વિલાયતી દારૂનો જથ્થો લાવી રહ્યા હોવાની ચોક્કસ હકીકત મળતા પોલીસે વહેલી સવારે નિરમા ચોકડી પાસેથી માયા ટ્રાવેલ્સની બસને કોર્ડન કરી તલાશી લેતા બસની ડેકીમાં અલગ-અલગ પ્લાસ્ટીકના થેલામાં છુપાવેલી 1.34 લાખ રૂપિયાના કિંમતની વિદેશી દારુની 174 બોટલ, ચાર મોબાઈલ ફોન અને બસ સહિતના 1,645,300 મુદ્દામાલ સાથે એલસીબીએ ચેતનસિંહ મહેન્દ્રસિંહ ચુડાસમા (રહે, પ્લોટ નં.1, ચિત્રા જીઆઈડીસી, ચેતન નિવાસ), કલીનર મુકેશ ઉર્ફે મુન્ન્ ભાયાભાઈ ચુડાસમા (રહે, કુંભારવાડા, નારી રોડ, રણિયલ ચોક, સીબુ હીરાની ઘંટી પાસે) અને ડ્રાઈવર પરાક્રમસિંહ ગોવુભા ચુડાસમા (રહે, કમિયાળા, તા.ધોલેરા, જિ.અમદાવાદ)ને ઝડપી લઈ ત્રણેય શખસને વેળાવદર ભાલ પોલીસને સોંપી દીધા હતા. ત્રણેય સામે પ્રોહિ. એક્ટ 65A, E 81, 116 B, 98(2) મુજબ ગુનો દાખલ કરાવતા ભાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30KOgWP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages