ડોગના શરીરમાંથી આવતી વાસ પાછળના કારણો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

ડોગના શરીરમાંથી આવતી વાસ પાછળના કારણો



ડોગના શરીર પરના ફુગવાળા ભાગને જંતુનાશક દવાથી સાફ કરવો જોઇએઃ રોગ પ્રતિકાર શક્તિની ચકાસણી કરવી જોઇએ ડોગની બોડીને જંતુનાશક દવાઓથી સાફ કરવી જોઇએ...

માણસ અને ડોગ એમ બંનેમાં ફુગ જોવા મળે છે. તે કુદરતી રીતેજ શરીરમાં ઉત્પન્ન થાય છે.  જો શરીરમાં  રોગ પ્રતિકાર  શક્તિ સમતોલ હોય તો ફુગ મર્યાદામાં ઉછરે છે....

હું એક ફિમેલ ડોગ લાવી છું. તેનું નામ સ્વિની છે. મારા સંજયગાંધી એનીમલ કેર સેન્ટર પરથી મારા ઘર માટે લાવી છું. તેનામાંથી ખરાબ વાસ આવે છે એમ કહીને એક કુટુંબ તેને સેન્ટરની બહાર નાખી ગયું હતું. તેમની ફરીયાદ એવી હતીકે આને વારંવાર નવડાવીએ છીએ પણ તેની વાસ જતી નથી. એક કૂતરાએ તેના પર હુમલો કર્યા બાદ તે ખુબ ડરી ગઇ હતી. નજીક ઉભેલી એમ્બ્યુલન્સ નીચે તે ભરાઇ રહેતી હતી. તે ખાવા માટેજ બહાર આવતી હતી. એટલે હું તેને મારા ઘેર લઇ આવી હતી.

તેનામાથીં ખરાબ વાસ આવતી હતી તે વાત સાચી હતી. અમે તેને સતત ત્રણ દિવસ નવડાવ્યા બાદ તેનામાંથી આવતી વાસ ધટી હતી. જોકે વાસ તરત પાછી આવી જતી હતી. તે વારંવાર પોતાનું શરીર ખંજવાળ્યા કરતી હતી અને તેનામાંથી સતત રસી જેવું પ્રવાહી નીકળ્યા કરતું હતું.

હું કોઇની કે એનીમલ ડોક્ટરની મદદ માંગુ તો તે તેને નવડાવ્યા સિવાયની કોઇ સલાહ ના આપે એટલે મેં રીસર્ચરોને કહ્યું કે તમે વિદેશના વેટરનરી ડોક્ટરોની સલાહ લો અને આ વાસ બાબતે પૂછોે. મને થયું કે મને મળતી સલાહ અન્ય ડોગ લવર્સને પણ કામ લાગશે. 

કેટલાક કારણોસર ડોગમાંથી વાસ મારે છે. તેના સડેલાં દાંત ના કારણે કે દાતમાંથી નીકળતા પરુ(પસ)ના કારણએ પણ વાસ મારે છે. ક્યારેક તેના પેટમાં ગરબડ થાય તો પણ વાસ મારે છે. ક્યારેક તેણે બગડેલું માંસ ખાધું હોય કે કાનમાં ઇન્ફેક્શન હોય તો પણ કે તેના શરીર પર વાગેલાનો કોઇ ઘા ખુલ્લો હોય તો પણ વાસ મારે છે. ક્યારેક તે કોઇ ગંદી જગ્યાએ આળોટી આવે તો પણ વાસ મારે છે.

જોકે વેેટરનરી ડોક્ટરો પણ જે વાસ અંગે જાણી શક્યા નથી તે કારણ છે ફુગ(યીસ્ટ). માણસ અને ડોગ એમ બંનેમાં ફુગ જોવા મળે છે. તે કુદરતી રીતેજ શરીરમાં ઉત્પન્ન થાય છે. જો શરીરમાં રોગ પ્રતિકાર શક્તિ સમતોલ હોય તો ફુગ મર્યાદામાં ઉછરે છે પરંતુ જો ઇમ્યુન સિસ્ટમ અસમતોલ હોય તો ફુગની માત્રા વધે છે  જેના કારણે શરીર માંથી વાસ આવે છે.

જ્યાં ઓવરએક્ટીવ ઇમ્યુન સિસ્ટમ હોય અને સાથે એલર્જી પણ હોય તો ફુગની માત્રા વધે છે અને વાસની માત્રા પણ વધે છે. કોઇ બિનઅનુભવી વેટરનરી ડોક્ટર પાસે ડોેગ એલર્જીનો કે ઓવર એક્ટીવ ઇમ્યુન સિસ્ટમનો કેસ આવે ત્યારે તે સ્ટેરોઇડ પ્રિસ્ક્રાઇબ કરીને ફુગના લેવલને સમતોલ કરે છે પરંતુ તેની અસર દુર થતાંજ તે ફરી વાસ મારવા લાગે છે. તેનામાં ફુગનું લેવલ એકદમ ઉછાળા મારવા લાગે છે.

કેટલીકવાર એન્ટીબાયોટીક્સ પણ આપવામાં આવે છે. એલર્જી અને ખંજવાળ સામે તે અપાય છે. એન્ટીબાયોટીક્સ ઘણીવાર બેડ બેક્ટેરીયાની સાથે ગુડ બેક્ટેરીયાનો પણ ખાત્મો બોલાવી દે છે. જેના કારણે તે ફુગનું લેવલ વધારી દે છે. 

ઘણીવાર વધુ પડતી એન્ટીબાયોટીક્સ લેનારના શરીરમાંથી પણ વાસ આવે છે. જેની ઇમ્યુન સિસ્ટમ સારી ના હોય એવા ડોગમાથી વાસ આવ્યા કરે છે. ડોગમાં ફુગાવા અંગેનું ચોક્ક્સ ડાયગ્નોસીસ કરવા માટે તેની સ્કીન સાથે ઘસેલું રુનું પૂમડું લેબોરેટરીમાં તપાસ તેનામાં રહેલા ફુગાવાની માત્રાની ખબર પડે છે. ડોગનો કેર ટેકર સુંધીને બતાવી શકે છે કે તેનામાં ફુગની માત્રા કેટલી છે. 

ફુગની ચોક્કસ પ્રકારની વાસ હેાય છે. સડેલી બ્રેડ કે બગડેલી ચીઝ જેવી વાસ આવે છે.  આવી વાસને ડોગી-ઓડર તરીકે ઓળખવામાં આવે છે. તમારા ડોગમાં ફુગનું પ્રમાણ વધારે છે તે જોવાની બીજી નિશાની તે કેટલું ખંજવાળે છે તે પરથી જાણી શકાય છે. ફુગના વધતી માત્રા સ્કીન પર સખત્ત ખંજવાળ ઉભી કરે છે. તે માત્ર તેના પંજાથી નથી ખંજવાળતું પણ તેના ગુદાના ભાગને જમીન પર ઘસીને ખંજવાળે છે.

જો તમારા ડોગમાં ફુગની માત્રા વધે તો તમારે નીચે પ્રમાણે સારવાર કરવી જોઇએ. ...તેના ડાયટ પર ધ્યાન આપો. તમે એવું તો કોઇ ડાયટ નથી આપતાને કે જે જેનાથી ફુગ વધુ ઉત્પન્ન થાય? આપના ડોગને એન્ટી ફુગ (યીસ્ટ) ડાયટ આપવાનું શરુ કરો. ફુગના કારણે શરીરમાંની સુગરની માત્રા બમણી થઇ જાય છે. શરીરમાંનું કાર્બોહાઇડ્રેટ સુગરમાં પરિણમતું હોય છે.

કેટલાક ફુડમાં સુગર છુપાયેલી હોય છે. સુગર એ કોઇ માત્ર વ્હાઇટ પદાર્થ નથી જેના કારણે ફુગનો ગ્રોથ વધે છે. એટલેજ પોટેટો (બટાકા),કોર્ન,ઘંઉ, ભાત જેવી કાર્બોહાઈડ્રેટ વાળી આઇટમોને ખોેરાકમાંથી દુર રાખવી જોઇએ. ડોગના ફુડમાં શાકભાજીનો સમાવેશ વધુ કરો.  લસણ કે ઓરીગેનો(મસાલા તરીકે વપરાતો જંગલી મરવો) વાપરી શકાય. આ પદાર્થ એન્ટી ફુગ તરીકે પ્રચલીત છે. જે તમારા ડોગમાં ફુગનું લેવલ સમતોલ રાખે છે.

....ત્યારબાદ ડોગના શરીર પરના ફુગવાળા ભાગને જંતુનાશક દવાથી સાફ કરવો જોઇએ. વેટરનરી ડોક્ટરને જ્યારે એમ ખબર પડે કે ડોગને ફુગ થઇ છે ત્યારે તે એક ટયુબ પકડાવી દે છે અને ફુગવાળા ભાગ પર   લગાવવા કહે છે. સમસ્યા એ છે કે ફુગ મરી જાય છે પછી તે ભાગ પર વાળા ઉપરા છાપરી પોપડા વળી જાય છે અને પોપડા નીચેની

સ્થિતિમાં કોઇ ફેર પડતો નથી. એટલે પોપડા ના થવા જોઇએ. પોપડા પહેલાંજ તે જ્ગ્યાને સાફ કરી નાખો. પોપડા વળશે તો સમસ્યા વધુ વકરશે.

એટલે તમારે જાતેજ ડોગની બોડીને જંતુનાશક દવાઓથી સાફ કરવી પડશે. જો તમારા ડોગના કાનમાં ફુગ હોય તો તેને રોજ સાફ કરવાનું રાખો. ક્યૂ ટીપ્સથી ડોગના કાન સાફ ના કરો પણ રુના પૂમડાનો ઉપયોગ કરી શકો છેા. ભેજવાળા હવામાનમંા ડોગના પંજાની બે ેઆંગળી વચ્ચે ફુગનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેના પર જંતુનાશક દવા લગાડવામાં આવે છે. 

તે જંતુનાશક બનાવવા માટે ચાર લીટર પાણીમાં એક કપ હાઇડ્રોજન પેરોક્સાઇડ અને વ્હાઇટ વિનેગર મેળવીને બનાવેલું મિશ્રણ તૈયાર કરીને મુકી રાખો. તેને વારંવાર ડોગના પગ પર અનેે બે આંગળી વચ્ચેના ભાગે લગાઓ. જો આખા શરીર પર ફુગ જોવા મળે તો આખા શરીરને જંતુનાશક દવાથી ધોવું જોઇએ.

કેટલાક ડોગમાં ફુગનો પ્રોબલેમ સિઝનલ હોય છે. જો તમારા ડોગમાં ઇમ્યુનોગ્લોબીનનું પ્રમાણ વધે તો તે મોટાભાગના ઇન્ફેક્શનનો નાશ કરે છે. જેમાં અચાનક ફુટી નીકળતી ફંગસનો પણ સમાવેશ થાય છે. 

ડોગને શરદી થવી કે તાવ આવવો, ઉધરસ થવી, વોમીટ થવી જેવા અર્લી ડિસ્ટેમ્પર વખતે ઇમ્યુનોગ્લોબીન ઇન્જેક્શનનો પણ ઉપયોગ થાય છે. આવી સ્થિતિમાં તમારે તમારા ડોગને વિટામીન્સ, આર્યન ટેાનિક આપવા જોઇએ.

જો તમે સારવાર પ્રત્યે બેદરકાર રહેશો તો છેલ્લે વધુ મોંઘી સારવાર કરાવવી પડશે અને વધુ પૈસા ખર્ચવા પડશે.  જો આમ નહીં કરો તો જેમ સ્વીનીને તેના પેરન્ટસ મારે ત્યાં છોડી ગયા હતા એમ તમારે પણ તમારું પ્રિય ડોગ ક્યાંક છોડી દેવું પડશે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E5xDeG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages