
ન્યુજર્સી, તા. 6 મે 2019, સોમવાર
અમેરિકામાં વસંત ઋતુના આગમન સાથે પ્રકૃતિમાં અને જનજીવનમાં મૌજ, મસ્તીની મૌસમ ખીલવા લાગી છે. પાનખરને દેશવટો દઇ વૃક્ષો પર નવી હરિયાળી છાઈ ગઈ છે તો જનજીવનને રંગીનતા અને સંગીનતા અર્પતા ગીત, સંગીત, નૃત્યના દિલચશ્પ કાર્યક્રમોનો સીલસીલો ચાલુ થયો છે. ભારતના બોલીવુડના ખ્યાતનામ ગાયકો અરિજીતસીંગ, સોનુ નીગમ, નેહા કક્કર, જાવેદ અલી જેવા મહારથીઓ શ્રોતાઓને અમેરિકામાં હર જગહ મંત્રમુગ્ધ કરતા રહ્યા છે.
આ બધાની વચ્ચે અમેરિકામાં વસતા પ્રતિભાસંપન્ન ભારતીય ગાયકો, ગાયિકાઓને પ્રોત્સાહન આપવા તથા લોકપ્રિય બનાવવા છેલ્લા પાંચ વર્ષોથી સતત કાર્યક્રમોની વર્ષા દ્વારા મનોરંજનની મહેફિલ સર્જતી ઓમકાર અને ઓમ ચેરીટી સંસ્થાના સાહ્યદયી સંસ્થાપન શ્રી પિનાકીન પાઠક અને ડૉ. તુષાર પટેલની સમગ્ર ટીમે શનિવાર તા. ૨૭ એપ્રિલે બ્રીજ વોટર, ન્યુ જર્સીના આલિશાન ઓડિટોરિયમમાં સુન્હેરી યાદેનો રસપ્રદ સંગીત સંધ્યાનો ૪ કલાકનો સફળ કાર્યક્રમ યોજ્યો હતો જેમાં સંગીતમાં દિલચશ્પી ધરાવતા ભારતીય સમાજના આગેવાનો સંગીત રશિયાઓની વિશાળ હાજરી ઉત્સાહવર્ધક રહી.
આ સુન્હેરી યાદેં સાથે હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચનના યશસ્વી ૫૦ વર્ષની કારકિર્દીને પોંખવાનું પણ આયોજન હતું.
અમિતાભ પર ફિલ્માયેલા ગીતો, ૧૯૬૦ થી આજ દિન સુધીના અન્ય લોકપ્રિય ગીતોની મેડલીએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આઠ ગાયક-ગાયિકાઓ અને સાત મ્યુઝીશીયન્સે રંગ રાખ્યો હતો. સ્થાનિક કલાકારોમાં અનિતા કૃષ્ણા, રાકેશ રાજ, ચિરાગ ત્રિવેદી, તન્મયી મહોપાત્ર, નીતિ ગુપ્તે, અભિજીત પાચેગાવકર, ઉષા ચાન્ગા, અને ડૉ. તુષાર પટેલે ૬ દાયકાના લોકપ્રિય ગીતોની રમઝટ બોલાવી હતી. ખાસ કરીને અમિતાભ બચ્ચનની ૫૦ વર્ષની ગૌરવમય કારકિર્દી સાથે સંકળાયેલ ગીતો સાંભળી શ્રોતાઓ ઝુમી ઉઠયાહતા. આ સંગીત સંધ્યાનું ઇવ ઉષા ચાંગાએ ઉદ્ઘોષિકા તરીકે સુંદર સંચાલન કર્યું હતું.
ઓમકારા ગુ્રપ વતી નિષ્ઠાવાન આગેવાન શ્રી નિશીલ પરીખે સહુનું સ્વાગત કરતા ઓમકારા ગુ્રપ અને ઓમ ચેરીટીઝ જે ૨૦૧૮માં નોન પ્રોફીટ ગુ્રપ તરીકે અસ્તિત્વમાં આવ્યું તેનો પરિચય આપ્યો હતો.
from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hf2LdM
No comments:
Post a Comment