પોલીસ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ:લારીને આગચંપી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

પોલીસ-વેપારીઓ વચ્ચે ઘર્ષણ:લારીને આગચંપી


આણંદ, તા. 26 મે 2019, રવિવાર

આણંદ શહેરમાં ટૂંકી ગલી વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પોલીસ અને લારી-ગલ્લાવાળા તૂ... તૂ... મેં... મેં... બાદ મામલો બિચકતા દોડધામ મચી ગઈ હતી. જોકે લારી-ગલ્લાના વેપારીએ વિરોધ પ્રગટ કરી રેકડીને દિવાસળી ચાંપતા મામલો ઉગ્ર બન્યો હતો. જોકે પોલીસે લારી સહિતની સામગ્રી પોલીસે જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ અને લારીવાળા વચ્ચે તૂ... તૂ... મેં... મેં થી વાતાવરણ તંગ બન્યું ઃ લારીઓ, પાથરણા પણ જપ્ત કરવામાં આવ્યા

આણંદના રેલ્વે સ્ટેશન સામે અને સુપર માર્કેટ પાછળ આવેલ રસ્તો જેને ટુંકી ગલી નામ આપવામાં આવ્યું છે. વર્ષોથી આ માર્ગ ઉપર લારીઓ અને પાથરણાવાળા દ્વારા કબજો જમાવી ધંધો રોજગાર રળવામાં આવી રહ્યો છે. જોકે કાયદેસર આ જાહેર માર્ગ જ છે અને અવારનવાર સ્થાનીક વહીવટીતંત્ર, પોલીસતંત્ર, નગરપાલિકાના તંત્ર દ્વારા આ રસ્તા ઉપરના દબાણો હટાવવામાં પ્રયાસો કરવામાં આવે છે અને અવાર નવાર લારીઓ પાથરણાવાળાઓ સાથે તૂં... તૂં... મેં... મેં... થાય છે. પરંતુ દબાણોની કાયમી સમસ્યા હલ કરવામાં તમામ તંત્રોને પારાવાર નિષ્ફળતા જ હાથ આવી છે.

ગત રોજ બપોરના સમય દરમ્યાન નિત્યક્રમ મુજબ સ્થાનીક ટ્રાફીક પોલીસ ગુંજતી સાયરન સાથે ટુંકી ગલીમાં દબાણો હટાવવા નીકળતાં લારીઓ અને પાથરણાવાળાઓમાં દોડધામ મચી જવા પામી હતી. જ્યારે કેટલાક લારીઓ અને પાથરણાવાળાઓ પોલીસ સામે વિરોધ વ્યક્ત કરતાં પોતાનો ગુસ્સો ઠાલવતાં મામલો ઉગ્ર બન્યો હતો તેવામાં કોઈક લારીવાળાએ જાણી જોઈને વાતાવરણમાં દહેશત ફેલાવવા માટે લારીમાં આગચંપી કરી દેતાં વાતાવરણમાં તંગદીલી છવાઈ ગઈ હતી. 

કેટલાક લારીઓ અને પાથરણાવાળા પોલીસની ગાડીને ઘેરી વિરોધ વ્યક્ત કરવા લાગ્યા હતાં. જ્યારે કેટલાકે પોલીસ સાથે અસભ્ય વર્તન કરતાં મામલો ઉગ્ર બન્યો હતો. જેના પગલે પોલીસે વધુ ઉગ્ર બની કેટલીક લારીઓ જપ્ત કરી લારીઓ તથા પાથરણાવાળાઓ સહિતના ટોળાને ઉશ્કેરવા મામલે સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W5DYBR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages