આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા પ્રેક્ટિસ મેચમાં આમને-સામને - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 May 2019

આજે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા પ્રેક્ટિસ મેચમાં આમને-સામને

લંડન/સાઉથમ્પ્ટન, તા.૨૬

આઇસીસી વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, તેની સાથે સાથે પ્રેક્ટિસ મુકાબલા અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂક્યા છે. હવે માત્ર ચાર જ પ્રેક્ટિસ મેચો બાકી રહી છે. આવતીકાલે સાઉથમ્પ્ટનમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે પ્રેક્ટિસ મેચ રમાશે. જ્યારે લંડનમાં આવતીકાલે ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન પ્રેક્ટિસ મેચમાં ટકરાશે. ચારેય ટીમો વર્લ્ડકપ અગાઉ આખરી પ્રેક્ટિસ મેચમાં ટકરાવાની હોવાથી તેઓ તેમના કોમ્બિનેશનને આખરી ઓપ આપવાનો પ્રયાસ કરશે. બંને મેચો ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૦૦ વાગ્યાથી શરૃ થશે.

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં ૧૨ રનથી રોમાંચક વિજય હાંસલ કર્યો હતો. જ્યારે શ્રીલંકાને સાઉથ આફ્રિકા સામેના મુકાબલામાં હારનો સામનો કરવો પડયો હતો. હવે ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચેના મુકાબલામાં કોણ ચડિયાતું સાબિત થાય છે, તે જોવાનુ રહેશે. શ્રીલંકાની ટીમનો દેખાવ છેલ્લા કેટલાક સમયથી નિરાશાજનક રહ્યો છે અને આ કારણે ઓસ્ટ્રેલિયાએ પ્રેક્ટિસ મેચમાં સતત બીજી જીત સાથે વર્લ્ડકપમાં એન્ટ્રી મેળવવાની તક છે. સદી ફટકારી ચૂકેલા સ્મિથને આરામ આપવામાં આવી શકે છે. 

બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ ઈજાગ્રસ્ત ખેલાડીઓથી પરેશાન થઈ ગઈ છે. હવે આવતીકાલની અફઘાનિસ્તાન સામેની મેચમાં કોને મેદાન પર ઉતારશે તે જોવું રસપ્રદ બનશે. માર્ક વૂડને ઓસ્ટ્રેલિયા સામેની પ્રેક્ટિસ મેચમાં ઈજા થઈ હતી અને હવે તે ફિટનેસ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ઈંગ્લેન્ડનો કેપ્ટન મોર્ગન પણ ઈજાગ્રસ્ત છે.જ્યારે રાશિદ તેમજ આર્ચરને પણ ઈજા સતાવી રહી છે.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MkNjBw

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages