ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારવા લોઅર ઓર્ડરના બેટ્સમેનો તૈયાર રહે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 May 2019

ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારવા લોઅર ઓર્ડરના બેટ્સમેનો તૈયાર રહે

લંડન, તા.૨૬

વર્લ્ડકપ અગાઉ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ પ્રેક્ટિસ મેચમા ટોપ અને મીડલ ઓર્ડરના બેટ્સમેનોના નાલેશીભર્યા ધબડકા બાદ ભારતના હારનો સામનો કરવો પડયો હતો. જોકે કોહલીએ ટોપ ઓર્ડરના ધબડકાને નજરઅંદાજ કરતાં કહ્યું હતુ કે, વર્લ્ડકપમાં ઘણી વખત આવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. જ્યારે ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ જાય, ત્યારે ટીમ ઈન્ડિયાને મુશ્કેલીમાંથી ઉગારવા માટે લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ તૈયાર રહેવું પડશે. ભારત એક તબક્કે ૧૧૫/૮ના સ્કોર પર ફસડાયા બાદ જાડેજાની અડધી સદીની મદદથી ૧૭૯ સુધી પહોંચ્યું હતુ. 

ભારતીય કેપ્ટન કોહલીએ કહ્યું કે, લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ જે પ્રકારે લડત આપી તે જોઈને અમારો ઉત્સાહ વધ્યો છે. રવિન્દ્ર જાડેજાની અડધી સદી, હાર્દિક પંડયાની ઈનિંગ તેમજ તનાવને ઘટાડતી ધોનીની ધીરજભરી બેટીંગ એ પ્રેક્ટિસ મેચમાં અમારા માટે પોઝિટીવ પોઈન્ટ્સ બની રહ્યા હતા. જાડેજાએ ૫૦ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા. હાર્દિક પંડયાએ ૩૭ બોલમાં ૩૦ રન ફટકાર્યા હતા. જ્યારે ધોનીએ ૪૨ બોલમાં ૧૭ રન કર્યા હતા. 

કોહલીએ ઊમેર્યું કે, આજની મેચમાં અમારી વ્યુહરચના ચાલી ન શકી. અમારે વર્લ્ડકપ દરમિયાન આવી પરિસ્થિતિનો સામનો કરવાનો આવી શકે છે. એક તબક્કેમાત્ર ૫૦ રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ૧૭૯ના સ્કોર સુધી પહોંચવું હકારાત્મક કહેવાય. વર્લ્ડકપ જેવી મેજર ટુર્નામેન્ટમાં ટોપ ઓર્ડરના બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ જાય તેવું પણ બની શકે. 

બોલરોના વખાણ કરતાં તેણે કહ્યું કે, અમારી બોલિંગ ઘણી જ સારી રહી. અમારા બેટ્સમેનોને ચાર-સાડા ચારની સરરાશથી રન આપ્યા. અમે તેમના બેટસમેનો પર દબાણ સર્જ્યું હતુ. ફિલ્ડરોની ભૂમિકા વર્લ્ડ કપ દરમિયાન મહત્વની બની રહેશે. વર્લ્ડકપમાં ફિલ્ડરોએ નાની-નાની તકોને ઝડપી લેવી પડશે. જો આમ કરીશું તો અમે વર્લ્ડકપમાં સફળતા મેળવીશું. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Euk2hh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages