ધારાસભ્ય રાજા ભૈયા કાલે મતદાન દરમિયાન રહેશ નજરબંધ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

ધારાસભ્ય રાજા ભૈયા કાલે મતદાન દરમિયાન રહેશ નજરબંધ


નવી દિલ્હી, તા. 05 મે 2019, રવિવાર

જનસત્તા દળ લોકતાંત્રિકના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વર્તમાન ધારાસભ્ય રઘુરાજ પ્રતાર ઉર્ફ રાજા ભૈયા વિરુદ્ધ પ્રતાપગઢ જિલ્લા વહીવટીતંત્રએ મોટું એક્શન લીધું છે. રાજા ભૈયાના ક્ષેત્રમાં મતદાન દરમિયાન નજરબંધ રાખવામાં આવશે.

ઉત્તરપ્રદેશના કુંડા વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય રાજા ભૈયા વિરુદ્ધ આ એક્શન 6 મે ના રોજ પ્રતાપગઢમાં થનારા મતદાન હેઠળ લેવામાં આવ્યું છે. અહી તેઓ બાહૂહલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે.

રાજા ભૈયા સિવાય આઠ પ્રભાવશાળી લોકોને નજરબંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બાબાગંજના ધારાસભ્ય વિનોદ સરોજ, સપા નેતા ગુલશન યાદવ, સપાના જિલ્લા પ્રમુખ છવિનાથ યાદવ પર પણ આ એક્શન લેવામાં આવી છે.

રાજ ભૈયા સહિત કુંડાના આઠ પ્રભાવશાળી લોકો પર અશાંતિ ફેલાવવાની આશંકાને પગલે ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો છે. બાહૂબલી નેતાની છબિ ધરાવતા નેતા રાજા ભૈયાનું પોતાના વિસ્તારમાં ખૂબ જોર છે. ચૂંટણીપંચને કોઇ અઘટિત ઘટનાની આશંકા હોવાના કારણે રાજા ભૈયા સહિત તેમના ક્ષેત્રના કુલ આઠ નેતાઓને મતદાનના દિવસે નજરબંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J0skRS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages