આજે રવિવારે અમદાવાદ-સુરત વચ્ચે બે ટ્રેનો રદ રહેશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

આજે રવિવારે અમદાવાદ-સુરત વચ્ચે બે ટ્રેનો રદ રહેશે

અમદાવાદ, તા.4 મે 2019, શનિવાર

તા.૫ મે ને રવિવારના રોજ સુરત-વડોદરા વિભાગમાં કોસાદ-ગોથનગામ વચ્ચે બપોરે ૧૩ઃ૩૦ થી ૧૮ઃ૨૦ કલાક સુધી ગડરો બદલવાનું કામ હાથ ધરાનાર છે. આમ સાડા ચાર કલાક સુધી કામ ચાલનાર હોવાથી કેટલીક ટ્રેનોનું સંચાલન ખોરવાશે.

જેમા જામનગરથી ઉપડતી ટ્રેન નં.૨૨૯૬૦ જામનગર-સુરત ઇન્ટરસિટી અમદાવાદ સુધી આવશે. આ ટ્રેન અમદાવાદ-સુરત વચ્ચે રદ રહેશે. સુરતથી ઉપડતી ટ્રેન નં.૨૨૯૫૯ સુરત-જામનગર ઇન્ટરસિટી સુરતને બદલે અમદાવાદથી ઉપડીને જામનગર જશે. આ ટ્રેન સુરત-અમદાવાદ વચ્ચે રદ રહેશે.

ટ્રેન નં. ૧૬૬૧૩ રાજકોટ-કોઇમ્બતુર એક્સપ્રેસ રાજકોટથી ૩ કલાક મોડી ઉપડશે. મુંબઇ સેન્ટ્રલથી ઉપડતી ૧૯૦૧૫ મુંબઇ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેના નિર્ધારીત સમય કરતા ૩ કલાક મોડી ઉપડશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H3iKeR

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages