અમારો સંપર્ક જ સાધવામાં નથી આવ્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

અમારો સંપર્ક જ સાધવામાં નથી આવ્યો

મુંબઇ તા. 13  મે 2019 સોમવાર 

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને હેમા માલિનીને મુખ્ય રોલમાં ચમકાવતી હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેકમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ ચમકવાનાં નથી.

ખુદ શાહરુખ અને કેટરિનાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આ ફિલ્મના મુદ્દે અમારો સંપર્ક જ સાધવામાં આવ્યો નથી એટલે મિડિયામાં પ્રગટ થયેલા રિપોર્ટ સાચ્ચા નથી. અમે આજની તારીખે તો સત્તે પે સત્તામાં કામ કરી રહ્યાં નથી.

બે ટોચના ફિલ્મ સર્જકો ૧૦૦ કરોડની ક્લબના સ્થાપક રોહિત શેટ્ટી અને કોરિયોગ્રાફર-ફિલ્મ સર્જક ફારાહ ખાન ૧૯૮૦ના દાયકાની આ હિટ ફિલ્મ સત્તે પે સત્તાની રિમેક બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.

મૂળ ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે હેમા માલિની ચમક્યાં હતાં અને બંનેની જોડી હિટ સાબિત થઇ હતી. મિડિયા રિપોર્ટ મુજબ રિમેકમાં શાહરુખ ખાન અને કેટરિના કૈફ અમિતાભ-હેમાવાળો રોલ કરશે. પરંતુ આ બંનેએ એવી સ્પષ્ટતા કરી હતી કે હજુ ફિલ્મ સર્જકોએ અમારો સંપર્ક જ સાધ્યો નથી તો ફિલ્મમાં કામ કરવાની વાત ક્યાંથી આવી ? અમને સાઇન કરવામાં આવશે તો અમે જરૃર આ રોલ કરીશું.

અત્યાર અગાઉ શાહરુખ ખાને ફરહાન અખ્તરના બેનર તળે અમિતાભ બચ્ચનની હિટ ફિલ્મ ડૉનની રિમેક તથા એની સિક્વલ કરી હતી.




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VfkYM5

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages