ઉમર કો પ્યાર સે ક્યા લેના દેના હૈ ? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 May 2019

ઉમર કો પ્યાર સે ક્યા લેના દેના હૈ ?

મુંબઇ તા. 13  મે 2019 સોમવાર 

હોનહાર અભિનેત્રી રકુલ પ્રીત સિંઘે કહ્યું હતું કે પ્રેમ તો પ્રેમ છે. એને નાતજાત કે ઉંમર સાથે શી લેવાદેવા છે ? બે મન મળે તો ઉંમર વચ્ચે આવતી નથી.

અજય દેવગણ સાથે એ પ્રિયપાત્ર તરીકે એક ફિલ્મમાં ચમકી રહી છે. અજય દેવગણ લગભગ પચાસ વરસના છે અને તમે ૨૬ વર્ષના છો. તો આ રોલ સ્વીકારતી વખતે તમને ખંચકાટ ન થયો ? એવા સવાલના જવાબમાં રકુલ બોલી રહી હતી. એણે કહ્યંુ કે પ્રેમમાં ઊંચ-નીચ, નાતજાત, ભાષા-કોમ કે ઉંમર વચ્ચે આવતી નથી. 'વાસ્તવ જીવનમાં જે જોવા મળે છે એના પરથીજ સ્ક્રીપ્ટ રાઇટર્સ પોતાની સ્ટોરી તૈયાર કરે છે. વચ્ચે ઊભયલિંગી લોકોના અધિકારોની લડતની વાત હતી ત્યારે લેખકોએ દોસ્તાના જેવી ફિલ્મ લખી હતી. અત્યારે પ્રેમમાં પડેલા ઉંમર જોતાં નથી એવા વિચાર પર આધારિત ફિલ્મ બને તો એમાં ખોટું શું છે ? બોલિવૂડમાં પણ તમને એવી જોડી જોવા મળશે જેમાં બંનેની ઉંમર વચ્ચે સારો એવો ફરક હોય' એમ રકુલે કહ્યું હતું.

યારીયાં ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કરનારી રકુલે ત્યારપછી ત્રણેક વર્ષ સાઉથની ફિલ્મો વધુ કરી. ત્યારબાદ ફરી એકવાર હિન્દી ફિલ્મ અય્યારી કરી. જો કે એ ફિલ્મને ટિકિટબારી પર જોરદાર દેખાવ કરી શકી નહોતી. હવે એ અજય દેવગણ અને તબુ સાથે દે દે પ્યાર દે ફિલ્મ કરી રહી છે જે રજૂઆતને આરે છે.





from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30ep8rd

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages