ડિજિટલ ટેકનોલોજી પર હેકર્સનો ડોળો: નવા કડક કાયદા જરૂરી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

ડિજિટલ ટેકનોલોજી પર હેકર્સનો ડોળો: નવા કડક કાયદા જરૂરી



પરિણામો આવી ગયા છે, નવી સરકાર રચાવાની તૈયારી થઈ રહી છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી માટે સરકારે આ વખતે અનેક પડકારોનો સામનો કરવાનો છે. ડીજીટલ ટેકનોલોજી મોટા  પાયે આગળ વધી છે પણ હેકર્સ અને વાયરસ ફેલાવનારા અટકતા નથી. હેકર્સ ગમે તેવી સિસ્ટમને ઠપ્પ કરી દે તેવી ક્ષમતા ધરાવતા થયા છે. આઈટી ક્ષેત્રે સરકાર કડક કાયદા લાવશે તો જ ડીજીટલ ટેકનોલોજી પર લોકો વધુ ભરોસો મૂકી શકશે.

ડીજીટલ ટેકનોલોજી પર દરેક સરકાર મોટો મદાર રાખે છે. જો વિશ્વના આર્થિક તંત્ર તેમજ ઈન્ટરનેટ સાથે કદમ મીલાવવા હશે તો ભારતે હેકર્સને અટકાવવા પડશે.  હેકર્સ ધારે તે કરી શકે એવી સ્થિતિમાં છે.

ફેસબુક સામે ડેટા ચોરીના ઘણા કેસો ચાલે છે. ઈન્ટરનેટ જાયન્ટ એવા ગુગલ પણ હેકર્સથી ત્રસ્ત છે. આ સ્થિતિમાં સરકારે ઈન્ટરનેટ ટેકનોલોજી માટે કડક કાયદા બનાવવાની જરૂર છે. 

ઉત્તરપ્રદેશે તેના પ્રવાસન ક્ષેત્રને વિકસીત કર્યો છે. 
જંગી સ્ટોક હોવાને કારણે સરકારની માલિકીની એજન્સી એફસીઆઈ ચાલુ નાણાકીય વર્ષે ૧૦૦ લાખ ટન ઘઉંનું વેચાણ કરશે. જે અગાઉના વર્ષની તુલનાએ ૪૦ ટકા વધારે માનવામાં આવે છે. પંજાબ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં સૌથી વધારે ઘઉં ઉપલ્બધ છે. સરકાર રૂ.ર૦૮૦ પ્રતિ ક્વિન્ટલના ભાવે ઘઉંનું વેચાણ થઈ રહી છે. 

નોંધનીય છે કે, ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સરકાર વતી પ્રાપ્તિ અને વિતરણ કરતી મધ્યસ્થી એજન્સી છે. ઓપન માર્કેટ સેલ સ્કિમ અંતર્ગત ઈ-ઓક્શન દ્વારા પણ ઘઉંનું વેચાણ કરવામાં આવશે. ઘઉંના વેચાણનું કોન્ટમ ૧૦૦ લાખ ટન નક્કી કરવામાં આવ્યુ છે. જો કે, વધારે પ્રમાણમાં જથ્થો ખરીદવા માટે કોઈ તૈયાર થશે તો ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન દ્વારા સમીક્ષા કરવામાં આવશે. 

ચાલુ નાણાકીય વર્ષમાં ઘઉંના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.પપનો વધારો થયો છે. અત્યારે એફસીઆઈ પાસે ૪૦૦ લાખ ટન ઘઉંનો સ્ટોક ઉપલ્બધ છે. જેમાં જુનો સ્ટોક ૧૬૦ લાખ ટન હોવાનો અંદાજ છે. જ્યારે ચાલુ સીઝનમાં ર૪ર લાખ ટન ઘઉંની પ્રાપ્તિ કરવામાં આવી છે. ર૦૧૯-ર૦માં એજન્સીએ ૩પ૭ લાખ ટન ઘઉંની પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખ્યો છે જ્યારે ચાલુ વર્ષે ઘઉંનું ઉત્પાદન ૧૦ કરોડ ટનની સપાટીએ પહોંચવાની શક્યતા છે.

માસ્ટરકાર્ડ રૂ.૭૦૦૦  કરોડનું રોકાણ કરશે
ગ્લોબલ કાર્ડ પેમેન્ટ કંપની માસ્ટરકાર્ડ આગામી પાંચ વર્ષમાં ભારતમાં ૧ અબજ ડોલર (રૂ.૭૦૦૦ કરોડ)નું રોકાણ કરશે. પાછલા પાંચ વર્ષમાં આટલું જ રોકાણ કરવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું કે, ભારતની અર્થવ્યવસ્થામાં આત્મવિશ્વાસ વધ્યો છે. વધુમાં આગામી દાયકામાં રોકાણમાં વધારો થઈ શકે છે.

ભારતને વૈશ્વિક ટેક સેન્ટર બનાવવાની યોજના માસ્ટરકાર્ડના કો-પ્રેસિડેન્ટ(એશિયા-પેસિફિક) એરી સરકારે જણાવ્યું કે, કંપની તેના પ્લેટફોર્મ માટે ભારતને વૈશ્વિક ટેક્નોલોજી માટેનું સેન્ટર બનાવવા માંગે છે, તેમજ તે માટે ભારત પ્રથમ દેશ હશે. કંપનીના સાત હજાર કરોડ રૂપિયાના કુલ રોકાણમાંથી આશરે ૨૦૭ કરોડ ટેક્નોલોજી સેન્ટર બનાવવા પાછળ ખર્ચ કરવામાં આવશે. 

તેમણે વધુમાં જણાવતાં કહ્યું કે, આ રોકાણથી નવીનીકરણને પ્રોત્સાહન આપવા તેમજ માસ્ટરકાર્ડની ક્ષમતા અને વેલ્યૂ એડેડ સેવાઓની સંખ્યામાં વધારો કરવામાં મદદ મળશે. એરીનું માનવું છે કે, ભારતમાં નાણાકીય ટેક્નોલાજી ક્ષેત્રના વિકાસમાં સારી વૃદ્ધિ દર્શાવે છે. દેશમાં ડિજિટલ પેમેન્ટ માટે કાર્ડ એ પસંદગીનું માધ્યમ છે. આરબીઆઇના આંકડા અનુસાર, આ વર્ષે ફેબ્આરી સુધીમાં ૯૯.૦૬ કરોડ કાર્ડ્સ હતા. જેમાંથી ૪.૬ કરોડ ક્રેડિટ કાર્ડ્સ અને ૯૪.૫ કરોડ ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે. 

ઈ-કોમર્સ પોલિસી અને ડેટા પ્રોટેકશન લોઝ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને રહેલી અનિશ્ચિતતા જ્યાંસુધી સ્પષ્ટ ન થાય ત્યાંસુધી ઈન્વેસ્ટમેન્ટ માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવાનો વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓએ અભિગમ ધરાવ્યો છે. એમેઝોન, ફિલપકાર્ટ, ફેસબુક સહિતની ઈ-કોમર્સ કંપનીઓના આગેવાનો ડીપાર્ટમેન્ટ ફોેર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી), નાણાં મંત્રાલય અને ઈનફરમેશન ટેકનોલોજી મંત્રાલયના સીનિયર અધિકારીઓની મુલાકાત લેવા ઈરાદો ધરાવે છે.

અનેક પ્રશ્નોના હજુ જવાબો અનુત્તર છે. ઈ-કોમર્સ પોલિસી ડેટા પ્રોટેકશનની વાત કરે છે. ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) પોલિસીમાં બદલાવને કારણે કંપનીઓએ કરવા પડેલા ફેરફાર વેપારને હજુપણ અસર કરી રહ્યા છે.



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W3wcZh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages