મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ અને પંચમહાલ બેઠક પર છેલ્લા બે દાયકાથી ભાજપનો કબજો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 25 May 2019

મધ્ય ગુજરાતમાં વડોદરા ભરૂચ અને પંચમહાલ બેઠક પર છેલ્લા બે દાયકાથી ભાજપનો કબજો

વડોદરા, તા. 24 મે 2019 શુક્રવાર

વડોદરા બેઠક ભાજપના રંજનબેન પટેલ પાંચ લાખ 87 હજાર રેકોર્ડ બ્રેક લીડ મેળવીને જીતી લીધી છે. વડોદરા ભાજપનો ગઢ ગણાય છે અને 1998 છે. વડોદરા બેઠક પર ભાજપનો કબજો રહ્યો છે.

મધ્ય ગુજરાતી પાંચ બેઠક પૈકી ભરૂચ બેઠક પર પણ ભાજપનો 1998થી અને પંચમહાલ બેઠક પર 1999થી દબદબો છે. વડોદરા બેઠકનો ઇતિહાસ જોઈએ તો સંસદની ચુંટણી લડવા માટે મહિલા ઉમેદવારની પસંદગી સૌપ્રથમ ભાજપે કરી હતી. 1991માં ભાજપે દિપિકા ચીખલીયાને ટિકિટ આપી હતી અને તેઓ ચૂંટણી જીતી ગયા હતા.

એ પછી ત્રણ ટર્મ સુધી જયાબેન ઠક્કર અને બાદમાં રંજનબેન આવ્યા છે 1991થી 2019 સુધી 29 વર્ષમાં 21 વર્ષથી વડોદરા બેઠક પર મહિલાનું આધિપત્ય રહ્યું છે આ વખતે વડોદરામાં રંજનબેન ફુલ 8 લાખ 80 હજારથી વધુ મતો મેળવ્યા છે. જેમાંથી વડોદરા શહેરમાંથી જ રંજનબેનને આશરે છ લાખ પચાસ હજારથી વધુ મતો મળ્યા છે.

2014ની પેટાચૂંટણી યોજાઇ ત્યારે રંજનબેનને 526173 મળ્યા હતા. જેમાંથી 383006 માત્ર વડોદરા શહેરમાંથી જ મળ્યા હતા અને તેમની ત્રણ લાખ 29 હજાર મતોની લીડથી જીત થઇ હતી. 

વડોદરા શહેરમાં સમાવેશ પામેલી 5 વિધાનસભા બેઠકના મતદારો જ વડોદરા અને ભાજપના ગઢ તરીકે અકબંધ રાખી રહ્યા છે. 2014ની ચૂંટણીમાં મધ્યગુજરાતમાં વડોદરા ભરૂચ છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ પાંચે બેઠક જીતી લીધી હતી અને 2019માં પણ જીતી લેતા મધ્યગુજરાતમાં ભાજપનું કબ્જો યથાવત રહ્યો છે.

મધ્ય ગુજરાતની મહત્વની ગણાતી ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા છઠ્ઠી વખત આ જ બેઠક પરથી જીત્યા છે. એ જ પ્રમાણે પંચમહાલ બેઠક પણ 1999થી ભાજપના કબજામાં છે જેના કારણે તે ભાજપના ગઢ સમાન બની રહી છે. આમ મધ્ય ગુજરાતમાં પાંચ બેઠકો પૈકી ત્રણ વડોદરા ભરૂચ અને પંચમહાલ છેલ્લા બે દાયકાથી ભાજપના અજયગઢ સમાન બની રહી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VXmZl8

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages