
નવી દિલ્હી, તા 14 મે 2019, મંગળવાર
કોંગ્રેસના સ્ટાર પ્રચાારક તરીકે મનાતા પંજાબના મંત્રી નવજોત સિધ્ધુ ખૂદ પોતાના રાજ્યમાં જ પ્રચારથી દૂર છે.આજે તે શત્રુઘ્ન સિંહાં માટે બિહાર ઉપડી ગયા.'કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પ્રચારમાં નવજોત સિધ્ધુને રોકી લેવામાં આવ્યા હતા.
અહેમદ પટેલે મારો કાર્યક્રમ ફિક્સ કરી નાંખ્યો હતો.મને ખબર નથી કે પંજાબ એકમે મારી માગ કરી છે કે નહીં'એમ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતે કહ્યું હતું. તો સામે બાજુ ગુરૂદાસપુરથી સની દેઓલ સામે લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર સુનિલ જાખડે દાવો કર્યો હતો કે નવજોત તેમના પ્રચાર માટે આવશે
પંજાબ કોંગ્રેસ સાથે નવજોતનો અણબનાવ
પક્ષના આંતરિક વર્તુળો મુજબ રાહુલ ગાંધીની સાત માર્ચની મોગા રેલીમાં સિધ્ધુને એટલા માટે બોલવા દેવામાં આવ્યો નહતો કે તેના પંજાબના મુખ્ય મંત્રી કેપ્ટન સાથે સબંધો સારા નથી. કોંગ્રેસમાં સિધ્ધુનો પ્રચાર માટે ઇનકારને એ રીતે જોવામાં આવે છે કે કેપ્ટને નવજોતના પત્નીને લોકસભાની ટિકિટ આપી નહતી.
ઇ-પ્રચારમાં ભાજપ આગળ
ઇ-પ્રચાર ક્ષેત્રે ભાજપે કોંગ્રેસને ખૂબ પાછળ રાખી દીધી હતી. કોંગ્રસના પોતાના સર્વે મુજબ ભાજપેે વોટ્સઅપ ગુ્રપમાં ૧૨-૧૫ કલાક કામ કરી રિંગ ઓફ ચેન બનાવી હતી. આ કારણે તેઓ વધુ લોકો સુધી પહોંચી શકે છે. ભાજપના દિલ્હી આઇટી એકમના પ્રત્યુશ કાંતે કહ્યું હતું કે ૧૮૦૦૦ વોટ્સઅપ ઊભા કરવામાં ૧૭ મહિના લાગયા હતા ત્યાર પછી તમામ એકમોને એ મોડેલ આપવામાં આવ્યો હતો.
ભાજપના રતલામના ઉમેદવારે ભાજપને નીચે દેખાડયુ
રતલામના ભાજપના ઉમેદવાર ગૌતમ સિંહે પાક.ના સ્થાપક જીન્નાની પ્રશંસા કરીને ભાજપને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે જો દેશના બાગલા પડયા ના હોત તો જીન્ના વડા પ્રધાન બન્યા હોત. તેઓ એક સારા વકીલ હતા અને ખુબ જ બુધ્ધીશાળી વ્યક્તિ હતા.કોંગ્રસના મિડિયા સેલના ઇન ચાર્જ શોભા ડે એ કહ્યું હતું 'પાક.ના વડા પ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે ભારતમાં ભાજપની જીત થઇ જોઇએ.
ચૂંટણીમાં વધુ કરોડપતિઓ અને ગુનેગારો
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૮૦૦૦ ઉમેદવારો એ ફાઇલ કરેલી એફિડેટ મુજબ, ૧૯ ટકા ઉમેદવારો ગુનેગાર છે જે ૨૦૦૯ની સરખામણીમાં ૧૯ ટકા વધારે છે. તો આશરે ૨૯ ટકા કરોડપતિઓ છે.
- ઇન્દર સાહની
from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EanPQC
No comments:
Post a Comment