બહુરૂપીને મત ન આપશો' : તેજ પ્રતાપ સસરા વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 4 May 2019

બહુરૂપીને મત ન આપશો' : તેજ પ્રતાપ સસરા વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા


(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 3 મે, 2019, શુક્રવાર

આરજેડી અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ ફરી એક વખત સારણ બેઠકના આરજેડી ઉમેદવાર અને પોતાના સસરા ચંદ્રિકા રાય વિરુદ્ધ મેદાનમાં ઉતર્યા છે.

એક તરફ તેજ પ્રતાપના નાના ભાઈ અને બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સળંગ ત્રણ દિવસથી સારણમાં ચંદ્રિકા રાય માટે પ્રચાર કરી રહ્યા છે ત્યારે તેજ પ્રતાપે સારણની જનતા સમક્ષ ચંદ્રિકા રાયને મત ન આપવા અપીલ કરી છે.

તાજેતરમાં જ ચંદ્રિકા રાયે પોતાની દીકરી ઐશ્વર્યા અને તેજ પ્રતાપના સંબંધોમાં સુધારની આશા વ્યક્ત કરી હતી પરંતુ ત્યાર બાદ તેજ પ્રતાપે ચંદ્રિકા રાય વિરુદ્ધ મોરચો માંડયો છે. તેજ પ્રતાપે ફેસબુક પોસ્ટ દ્વારા સારણની મહાન જનતા આરજેડીની પરંપરાગત બેઠક પર બહારની કોઈ પણ વ્યક્તિ જે તેમના પરિવારની સદસ્ય નથી તેને પોતાનો કિંમતી મત ન આપે તેવી અપીલ કરી હતી. 

તેજ પ્રતાપે સારણ બેઠક પોતાના પિતા લાલુ પ્રસાદ યાદવની હોવાથી આ પરંપરાગત બેઠક પર બહારની કોઈ પણ વ્યક્તિ જે તેમના પરિવારની સભ્ય ન હોય તેને મત ન આપવા હાથ જોડીને વિનંતી કરી હતી. આ ઉપરાંત તેમણે ચંદ્રિકા રાયને બહુરુપિયા સમાન ગણાવ્યા હતા અને તે સારણની જનતા સાથે ઠગાઈ કરી રહ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

વધુમાં તેમણે ચંદ્રિકા રાય કાચિંડાની માફક રંગ બદલે છે અને નોટંકીબાજ છે માટે પોતાનો મૂલ્યવાન મત તેમને ન આપવા આગ્રહ કર્યો હતો. તેજ પ્રતાપે લગ્નના એક વર્ષમાં જ ઐશ્વર્યાથી છૂટા પડવા માટે ડિવોર્સની અરજી કરેલી છે પરંતુ ચંદ્રિકા રાય સતત બંને વચ્ચે સમાધાનની આશા વ્યક્ત કરી રહ્યા છે. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZWowq4

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages