ઘોંઘાટભરી ચૂંટણી પણ મતદાન ઓછું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ઘોંઘાટભરી ચૂંટણી પણ મતદાન ઓછું


નવી દિલ્હી,તા.13 મે 2019, સોમવાર

દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણીઓમાં ખૂબ ઘોઘાંટ સાભળવા મળ્યું હતું. દરે પક્ષોએ કોઇ સેલિબ્રેટી તેમના માટે જીત આપાવે તેવા પ્રયાસો કર્યો અને ચૂંટણી પંચે પણ મતદાનની ટકાવારી વધે તે માટે પ્રયાસો કરેલા. પરંતુ સત્ય એ છે કે તમામ પક્ષો અને પંચના લાખ પ્રયાસો છતાં પણ મતદાનમાં ટકાવારી વધી ન હતી. જાણકારો કહે છે કે આની પાછળનું કારણ એ છે કે હાલના રાજકીય નેતાઓના વ્યવહાર અને માહોલમાં લોકોને બેચેની અનુભવાય છે. સમાજના તમામ સંવેદનશીલ ક્ષેત્રમાં લોકોની પરેશાની વધતી જ જાય છે.

દિલ્હીમાં ઓછી ટકાવારીને લઇને પંચના અધિકારીઓ ખૂબ જ હતાશ દેખાતા હતા. જો કે તેઓ વાતાવારણ અને આબોહવાને આના માટે જવાબદાર માને છે, પરંતુ વાસ્તવિકતાએ છે કે ગઇ વખતે પણ એપ્રિલ મહિનામાં જ ચૂંટણી યોજાઇ હતી છતાં ટકાવારી સારી હતી.

ભાજપના નેતાઓને આશ્ચર્ય થાય છે

ભાજપના નેતાઓને એ વાત પર આશ્ચર્ય થાય છે કે ગૃહ મંત્રાલયે અચાનક જ નાગરિકત્વ અંગે રાહુલ ગાંધીને નોટીસ પટકારી દીધી. શું ખરેખર ગૃહ મંત્રાલય આ બાબતે ગંભીર છે કે માત્ર ચૂંટણીનું ગતકડુ હતું? અંદરના લોકો કહે છે કે  એ તબક્કામાં ૭૧માંથી ૫૬ બેઠકો જીતનાર ભાજપ આ વખતે ઓછી બેઠકો મેળવશે તે અંગે ચિંતિત હતા. ખરેખર તો ભાજપને આ મુદ્દે ધ્યાન હટાવી રાહુલ ગાંધી ને હેરાન કરવાનો હતો.

ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની બોલબાલા

ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની સંખ્યા ૧૯.૫ ટકા છે અને લોકસભાની ૮૦ બેઠકો આવેલી છે.છતાં તેમને રાજકીય અસ્પૃશ્ય ગણવામાં આવી રહ્યા છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ૨૦ મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં છે. દસ કોંગ્રેસના અને દસ સપા-બસપાના. ભાજપ અંગે તો સવાલ જ ઊભો થતો નથી.

સેન્ટર ફોર  ઓબજેકિટવ  રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટના ડાયરેકર આથહર હુસેન કહે છે કે  મુસ્લિમો સામે ધૃણા અને નફરતના રાજકારણને દૂર કરવાનો પડકાર છે જે છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ વધ્યો છે.હવે ત્યાં પહોંચી ગઇ છે કે બિન ભાજપ પક્ષો પણ મુસ્લિમોને ઉમેદવાર બનાવતા ડરે છે.

દિલ્હીના મુસ્લિમોને અવગણના કરાય છે

પાટનગર દિલ્હીના મુસ્લિમો માને છે કે તેમને માત્ર વોટબેંક જ માનવામાં આવે છે.દિલ્હીમાં ચાંદની ચૌક, ઉત્તર-પાૂર્વ દિલ્હી અને પૂર્વ દિલ્હી જેવી ત્રણ લોકસભા બેઠકોમાં મુસ્લિમો પ્રભુત્વ ધરાવે છે.તેમનું કહેવું હતું કે અમને વધુ સારી શાળાઓ જોઇએ,કોલેજ અને નોકરીની તકો જોઇએ છે અને અન્ય સમાજને જે લાભ મળે છે તે મળવા જોઇએ. પરંતુ તકલીફ એ છે કે આ મુદ્દે કોઇ બોલવા તૈયાર જ નથી.એક વડીલે કહ્યું હતું કે આ વખતે મુસ્લિમ મતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે વહેંચાઇ જશે.

ઇન્દર સાહની



from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JFjWa6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages