ડોલર સામે રૂપિયો 59 પૈસા ગબડીને 70.51ના તળિયે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

ડોલર સામે રૂપિયો 59 પૈસા ગબડીને 70.51ના તળિયે


અમદાવાદતા. 13 મે, 2019, સોમવાર

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઉછળતા તેમજ મૂડીબજારમાંથી સતત વિદેશી રોકાણ પાછું ખેંચાતા હૂંડિયામણ બજારમાં આજે અમેરિકી ડોલર સામે ભારતીય રૃપિયો ૫૯ પૈસા તૂટીને ૭૦.૫૧ની અઢી માસની નીચી સપાટીએ ઉતરી આવ્યો હતો.

લોકસભાની ચૂંટણીમાં હાલની એનડીએ સરકારને બહુમતી ન મળે તેવી દહેશત સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલોએ ચાલુ માસમાં તા. ૧૦મે સુધી વિદેશી રોકાણકારોએ રૃા. ૪૦૦૦ કરોડની વેચવાલી હાથ ધરી છે. આજે પણ વિદેશી રોકાણકારોએ રૃા. ૧૦૫૬ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ફરી એકવાર ઉંચકાયા છે. ઉપલબ્ધ ડેટા મુજબ આજે સાંજે બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૧.૯૦ ડોલર નજીક પહોંચ્યું હતું. આમ, સતત વિદેશી રોકાણ પાછું ખેંચાતા અને ક્રૂડ ઉછળતા રૃપિયા પર પ્રતિકૂળ અસર થઈ હતી.

ઉપલબ્ધ અહેવાલો પાછળ હૂંડિયામણ બજારમાં આજે ડોલરસામે રૃા. ૭૦.૧૬ના નીચા મથાળે ખૂલીને ઝડપથી ગગડીને ઇન્ટ્રા ડે ૭૦.૫૩ના તળિયે ઉતર્યા બાદ કામકાજના અંતે ૫૯ પૈસા તૂટીને ૭૦.૫૧ના મથાળે નરમ રહ્યો હતો જે તેની અઢી માસની નીચી સપાટી છે. રૃપિયો ગત શુક્રવારે ૬૯.૯૨ના મથાળે હતો.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Hlhkv2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages