અમદાવાદ,રવિવાર
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધો.૧૨ સામાન્ય પ્રવાહની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. જે એકંદરે ૫૮.૬૩ ટકા રહ્યુ છે. ગત વર્ષની સરખામણીએ પરિણામ ૩.૦૮ ટકા જેટલુ વધ્યુ છે. જ્યારે આ વર્ષે પ્રથમવાર સ્કૂલ અભ્યાસ દ્વારા પરીક્ષા આપનારા નિયમિત વિદ્યાર્થીઓનું ૭૩.૨૭ ટકા પરિણામ છે અને જે ગત વર્ષની સરખામણીએ ૪.૩૧ ટકા જેટલુ વધ્યુ છે.એકંદરે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સા.પ્રવાહ,વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ.પ્રવાહના મળીને કુલ ૪૬૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ વધુ પાસ થયા છે. જ્યારે વ્યવસાયલક્ષી અને ઉ.ઉ.બુ.પ્રવાહને બાદ કરતા આર્ટસ,કોમર્સમાં ૪૩૫૨૬ વિદ્યાર્થી વધુ પાસ થયા છે.જ્યારે કુલ મળીને ૨.૧૨ લાખ જેટલા વિદ્યાર્થી નાપાસ થયા છે. જો કે આ વર્ષે એ-૧ ગ્રેડમાં મોટો વધારો થતા ૩૪૧ વિદ્યાર્થી એ-૧ ગ્રેડમાં વધતા કુલ ૭૯૨ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં રાજ્યના ૪૭૨ કેન્દ્રોમાં પરીક્ષા લેવાઈ હતી.જેમાં વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ.પ્રવાહ અને સામાન્ય પ્રવાહના કુલ નિયમિત વિદ્યાર્થીઓ ૩૫૫૫૬૨ હતા. જેમાંથી ૨૬૦૫૦૩ વિદ્યાર્થી પાસ થતા નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૩.૨૭ ટકા રહ્યુ છે. જ્યારે આ વર્ષે રિપીટર કેટેગરીમાં ૯૧૬૮૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી જેમાંથી ૨૫૧૪૭ પાસ થતા રિપીટર વિદ્યાર્થીઓનું ૨૭.૪૩ ટકા પરિણામ રહ્યુ છે. ખાનગી ઉમેદવારોની કેટેગરીમાં ચાલુ વર્ષે પ્રથમવાર આપનારા વિદ્યાર્થીઓ ૩૮,૨૬૯ છે અને જેમાંથી ૧૦૪૮૨ પાસ થતા ખાનગી નિયમિત વિદ્યાર્થીઓનું ૨૭.૩૯ ટકા પરિણામ રહ્યુ છે. જ્યારે ખાનગી વિદ્યાર્થીઓમાં પણ ગત વર્ષે નાપાસ થયેલા આ વર્ષે પરીક્ષા આપનારા રિપીટર ૨૮,૮૪૩ વિદ્યાર્થીઓ હતા.જેમાંથી ૫૪૫૫ વિદ્યાર્થી પાસ થતા તેનું ૧૯.૯૧ ટકા પરિણામ રહ્યુ છે.એકંદરે આ વર્ષે કુલ ૫૧૦૫૧૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૨૯૮૯૪૦ વિદ્યાર્થી પાસ થતા એકંદરે પરિણામ ૫૮.૫૫ ટકા રહ્યુ છે.જે ગત વર્ષે ૫૫.૫૫ ટકા હતુ.આમ ગત વર્ષ કરતા ૩ ટકા જેટલુ પરિણામ વધ્યુ છે.
આ ઉપરાંત આ વર્ષે એ-૧ ગ્રેડ વિદ્યાર્થીઓમાં વધારો થયો છે.આ વર્ષે એ-૧ ગ્રેડમાં કુલ ૭૯૨ વિદ્યાર્થીઓ છે.આ વર્ષે જિલ્લાવાર પરિણામમાં સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો પાટણ રહ્યો છે,જેનું ૮૫.૦૩ ટકા પરિણામ રહ્યુ છે(ગત વર્ષે સૌથી વધુ પરિણામ ડાંગ જિલ્લાનું ૭૭.૩૨ ટકા હતુ) સૌથી ઓછું ૪૫.૮૨ ટકા પરિણામ પંચમહાલ જિલ્લાનું રહ્યુ છે,(ગત વર્ષે છોટાઉદેપુર ૩૧.૫૪ ટકા)જ્યારે કેન્દ્રવાર પરિણામમાં સૌથી વધુ ૯૫.૬૬ ટકા પરિણામ અમદાવાદના નવરંગપુરા કેન્દ્રનું રહ્યુ છે,(ગત વર્ષે ૯૨.૨૨ ટકા લવાણા કેન્દ્ર) તેમજ સૌથી ઓછુ પંચમહાલના મરોવા રેણા કેન્દ્રનું ૧૫.૪૩ ટકા પરિણામ રહ્યુ છે,(ગત વર્ષે ૧૧.૭૪ ટકા લુણાવાડાનું).
૧૦૦ ટક ાપરિણા ધરાવતી સ્કૂલો આ વર્ષે વધીને ૨૨૨ થઈ છે જ્યારે ૧૦ ટકા કરતા ઓછુ પરિણામ ધરાવતી સ્કૂલો પણ વધી છે. જાતિવાર પરિણામમાં આ વર્ષે પણ છોકરીઓનું પરિણામ વધુ છે અને છોકરાઓનું પરિણામ ઓછુ રહ્યુ છે. છોકરીઓનું ૭૯.૨૭ ટકા (નિયમિત કેટેગરી )અને છોકરાઓનું ૬૭.૯૪ ટકા (નિયમિત કેટેગરી )પરિણામ રહયુ છે.આ વર્ષે દિવ્યાંગ કેટેગરીમાં ૨૮૯૮ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે અને જેમાં ૨૦ ટકા ગ્રેસિંગ સાથે ૭૬૭ વિદ્યાર્થી પાસ થયા છે.ગેરરીતિના કેસની સંખ્યામાં વધારો થતા ૨૭૩૦ કુલ કોપી કેસ નોંધાયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30IhdTd
No comments:
Post a Comment