મહેસાણા બેઠક પરથી ભાજપ ડે. CM નીતિન પટેલને ચૂંટણી લડાવી શકે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

મહેસાણા બેઠક પરથી ભાજપ ડે. CM નીતિન પટેલને ચૂંટણી લડાવી શકે છે

અમદાવાદ, તા. 1 એપ્રિલ 2019, સોમવાર

ગુજરાતમાં 23મી એપ્રિલે તમામ 26 બેઠકો માટેની ચૂંટણીનું મતદાન થવાનું છે. હાલમાં ભાજપ દ્વારા બાકી રહેલા 3 બેઠકનાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા ચાલું છે. જેમાં અમદાવાદ પૂર્વ, સુરત તથા મહેસાણાની બેઠકનો સમાવેશ થાય છે.

આ ત્રણેયમાં સૌથી વધું ફોકસ મહેસાણા ઉપર છે. ભાજપ હાઇકમાન્ડ તથા અમિત શાહની ઇચ્છા એવી છે કે મહેસાણા બેઠક પરથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ચૂંટણી લડાવવી. છેલ્લા પંદર દિવસથી સમજાવવાના પ્રયત્ન ચાલું છે પરંતુ નીતિન પટેલે મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધી છે. બીજી બાજું કોંગ્રેસમાંથી બળળો કરી ભાજપમાં આવેલા આશાબેન પટેલ સામે પણ નારણકાકાએ વાંધો ઉઠાવ્યો છે. જો આશાબેનને ટિકિટ આપવામાં આવશે તો નારાણકાકા તેમના સમર્થકો આ બેઠક ભાજપને હરાવશે. જેથી ભાજપ માટે આ બેઠકના ઉમેદવાર પંસદ કરવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે.

જ્યાંરે સુરતની બેઠક પર હાલના સાંસદ દર્શનાબેન જરદોશને રિપિટ કરવાની હાઇકમાન્ડની બિલકુલ ઇચ્છા નથી પરંતુ ગુજરાતના સાંસદ અને કેન્દ્રમાં રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ રુપાલા દર્શનાબેનને ટિકિટ મળે તે માટે પ્રયત્નો કરી રહ્યાં હોવાની ચર્ચા છે. જ્યારે અમિત શાહ દર્શનાબેનને હટાવી પોતાના વિશ્વાસુને ટિકિટ આપવા માગે છે.

આજ રીતિ અમદાવા પૂર્વની બેઠક પણ ભાજપનો ગઢ ગણવામાં આવે છે. ભાજપ ગમે તેવા ઉમદેવારને મુકે જીત નિશ્ચિત છે આમ છતા આ બેઠકના ઉમેદવાર નક્કી કરવામાં ઘણી જ મુશ્કેલી નડી રહીં છે.

પરેશ રાવલે આ બેઠક પરથી ફરીથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમના બદલે હિન્દી ફિલ્મ અભિનેતા મનોજ જોશીનું નામ ચર્ચાઇરહ્યું છે. જોકે, ભાજપના આગેવાનો અને કાર્યકરોએ એવી માગણી કરી છે કે અમદાવાદ પૂર્વની બેઠક પર કોઇ સ્કાયલેબ ઉમદવારને ટિકિટ ન આપશે પરંતુ સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપશો. આ બધા મુદ્દાઓને લઇને ભાજપ હાઇકમાન્ડ મૂંજવણ અનુભવી રહ્યું છે.

સુત્ર જણાવે છે કે ગુજરાત લોકસભાની 26 પૈકી માત્ર બાકી રહેલી 3 બેઠકના ઉમેદવારોની જાહેરાત આજે મોડી રાતે અથવા આવતી કાલે કરી દેવામાં આવશે.

ગુજરાતનાં તમામ લોકોને આ 3 બેઠક પરથી કયા ઉમેદવાર ચૂંટણી લડશે તે જાણવામાં રસ છે. ભાજપનાં નેતાઓ-આગેવાનો અને સિનિયર કાર્યકરો પણ પોતાના અથવા તો પોતાના વિશ્વાસુઓને ટિકિટ મળે તે રીતનું લોબીંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં આવી આ 3 બેઠકો પર કોની કેવી શક્યતાઓ છે તેની પાછળનાં પરીબળો, સ્થાનિક સમસ્યાઓ વગેરે બાબતો પણ ટિકિટની ફાળવણીમાં અને હાર-જીતમાં મહત્વની સાબીત થશે.

1. મહેસાણા : અત્યારે જયશ્રીબહેન પટેલ સાંસદ છે પરંતુ પાંચ વર્ષ દરમિયાન તેઓએ ખાસ કોઈ કામગીરી કરી નથી. સ્થાનિક સ્થાનિક લોકો ઉપરાંત ભાજપના કાર્યકરો પણ તેમનાથી નારાજ છે. માટે તેમને બદલવાનું નિશ્ચિત છે. પાટીદારોને અનામત આપવાની માગણી સાથે અહીંથી જ આંદોલનનાં શ્રીગણેશ થયા હતા. જેને લઈને ભાજપના નારણ લલ્લુ જેવા દિગ્ગજને હરાવીને કોંગ્રેસ આ બેઠક જીતી ગઈ હતી. આથી લોકસભાની મહેસાણાની બેઠક જીતવી ભાજપ માટે મોટો પડકાર છે. જો આ બેઠક પર કોઈ મજબુત અને લોકો પર પક્કડ ધરાવતા ઉમેદવારને ઉભો રાખવામાં નહી આવે તો ભાજપ બેઠક હારી જશે. બીજી બાજુ મંત્રી મંડળનું ગઠન થયા બાદ નાણા ખાતાની ધરાર માગણી કરી બળવાના સૂર પોકારનારા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાજપ હાઈ કમાન્ડની નજરમાંથી ઉતરી ગયા છે. ખુદ વડાપ્રધાન મોદી દ્વારા તેમની વારંવાર અવગણના કરવામાં આવે છે. આ સ્થિતિનો લાભ લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમના કાંટો કાઢી નાખવા તત્પર બન્યા છે.

નીતિન પટેલ જ એ જ એક નેતા છે કે તેઓ મહેસાણાની બેઠકને જીતી શકે તેમ છે એવું ચિત્ર ઉભું કરીને હાઈકમાન્ડ નીતિન પટેલને મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મજબૂર કરી શકે તેમ છે. જો કે આવો અંદેશો મળી જતા નીતિન પટેલે પણ આડકતરી રીતે ઈશારો આપી દીધો છે કે તેમને લોકસભાની ચૂંટણી લડવામાં જરાય રસ નથી.

2. ગાંધીનગર : હાલના સાંસદ લાલક્રિષ્ણ અડવાણી છે. 90 વર્ષ વટાવી ચૂકેલા ભાજપના એક સમયમાં સર્વશ્રેષ્ઠ મનાતા ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણી છેલ્લા પાંચ વર્ષથી હાંસીયામાં ધકેલાઈ ગયા છે. તેમની ઈચ્છા ચૂંટણી લડવાની હોવા છતા તેમને ટિકિટ અપાઇ નથી. આ બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે.

આનંદીબહેન પટેલે પણ આ બેઠક પોતાને અથવા પોતાની પુત્રી અનાર અથવા પુત્ર સંજયને મળે તે માટે ખુબ જ પ્રયત્ન કર્યા હતા છેવટે પોતાના પરિવારને નહીં તો પોતાના કોઇ અંગત વિશ્વાસુને ટિકિટ મળે તે માટે દિલ્હી સુધી ધમપછાડા કર્યાં હતા. પરંતુ અમિત શાહે તેમને ફાવવા દીધા નથી અને અડવાણી તથા આનંદીબેનનું ગુજરાતનું રાજકારણ પુરું કરી નાખ્યું છે.

ગાંધીનગર લોકસભાની અંદર કલોલ, ગાંધીનગર, નારણપુરા, ઘાટલોડીયા, સાણંદ અને શાહપુર વિધાનસભાના ક્ષેત્રે આવે છે. જેથી જો નરહરિ અમિનને ગાંધીનગરમાંથી ઉતારવામાં આવે તો સરળતાથી જીતી શકાય તેમ છે એવી ગણતરી ભાજપ હાઈકમાન્ડે એક સમયે કરી હતી પરંતુ અમિત શાહે વાંધો ઉઠાવતા તે વિકલ્પ પણ બંધ કરાયો હતો.

3. પાટણ : હાલના સાસંદ લીલાધર વાઘેલા ભાજપનાં ખુબ જ સિનિયર નેતા ગણાય છે. 2017ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓએ હાઈકમાન્ડ સમક્ષ શિંગડા ભરાવ્યા હતા. પોતાના પુત્ર માટે વિધાનસભાની ટિકિટ માગીને ત્રાગુ કર્યું હતું. ટિકિટ નહીં મળે તો... એવું કહીને ધમકી પણ આપી હતી. જો કે ભાજપ હાઈ કમાન્ડ પણ ઝુક્યુ નહોતું. તેમજ ટિકિટ આપી નહોતી. આથી આ બાબતે હવે માથું ઉંચકનારા લીલાધર વાઘેલાને તેમનું સ્થાન બતાવી દેવાયું છે. તેમને રિપિટ કરાયા નથી.

આથી લીલાધર વાઘેલા પણ પોતાના સ્વભાવ મુજબ ભાજપ સામે બળવો કરશે. તેમની બદલે તેમના પુત્રે અથવા તેમના વિશ્વાસુને પણ ટિકિટ નહીં અપાતા લીલાધર વાઘેલા ભાજપને આ બેઠક પરથી હરાવવાના તમામ પ્રયત્નો કરશે. અત્રે નોંધનીય છે કે લીલાધર વાઘેલા મતદારો સાથે સીધો સંપર્ક ધરાવતા હોવાથી ભાજપ માટે જોખમ વધુ છે.

4. પંચમહાલ : હાલના સંસદસભ્ય પ્રભાતસિંહ ચૌહાણ પણ ખુબ જ માથાભારે ગણાય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ પત્ની માટે વિધાનસભાની ટિકિટ માગી હતી. જેના માટે તેઓએ જીદ અને દાદાગીરી કરી હતી. એક તબક્કે જાહેરમાં આવીને ભાજપ સામે બાંયો ચઢાવતા મુશ્કેલી ઊભી થઈ હતી.

ભાજપે પણ વચલો રસ્તો કાઢીને તેમના પત્નીને બદલે તેમની પુત્રવધુને ટિકિટ આપી મામલો શાંત પાડયો હતો. આમ પ્રભાતસિંહ પણ હવે કોઈ કામના રહ્યા નથી એવું ભાજપ હાઈકમાન્ડને લાગી રહ્યું છે. આથી પ્રભાતસિંહને પણ ટિકિટ આપવામાં આવી નથી જેના કારણે તેઓ પણ ખુબ જ નારાજ છે. તાજેતરમાં તેઓએ જાહેરમાં પોતાના સમર્થકો સમક્ષ એવું કહ્યું હતું કે હવે હું પંચમહાલ બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડીશ.

બીજી બાજુ નાયબમ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ જણાવ્યું હતું કે પ્રભાતસિંહ ચૌહાણ ભાજપથી નારાજ હોવાની વાત સાચી છે પરંતુ અમે તેમને મનાવી લેશું. આમ પ્રભાતસિંહ પણ 'ડુ ઔર ડાઈ' કરવાના મૂડમાં છે. ટિકિટ નહી મળવાથી ભાજપ સામે બળવો કરી શકે છે.

આમ ગુજરાતની તમામ 26 પૈકીમાંથી પાટણ અને પંચમહાલની બેઠકના ઉમેદવારો નક્કી કરવાનું કામ ઘણું કઠીન હતું. જેને લઇને ભાજપ હાઈકમાન્ડને પણ આ બન્ને વિસ્તારોમાંથી વિરોધ-આક્રોશ અને બળવો થાય તો તેની તૈયારી રાખવી પડે તેમ છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSKBjq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages