
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 31 માર્ચ, 2019, રવિવાર
ખનીજ ચોરીના કેસમાં ભગા બારડને ગેરલાયક ઠેરવવાના વિધાનસભાના સ્પીકરના નિર્ણયને પગલે ખાલી પડેલી વિધાનસભાની તલાળાની બેઠકની પેટાચૂંટણીમાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે જસાભાઈ બારડને લડાવવાનો નિર્ણય કર્યો છે. જોકે સુપ્રીમ કોર્ટના ચૂકાદો આવે તો આ બેઠકની ચૂંટણી અંગેના નિર્ણયમાં કોઈપણ વળાંક આવે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી. આ સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટના ચૂકાદા સામે ભગા બારડ સુપ્રીમ કોર્ટમાં ગયા છે. તેઓ તેમની વર્તમાન બેઠક માટે પેટાચૂંટણી થતી અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જોકે ૨૦૧૭ અને ૨૦૧૨ની તલાળા વિધાનસભાની ચૂંટણીના પરિણામો પર નજર નાખવામાં આવે તો બંને ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિજયની રહ્યા છે. જૂનાગઢ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી તલાળા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ભગાભાઈ બારડે કુલ મતદાનમાંથી ૮૫૮૯૭ મત મેળવીને જ્વલંત વિજય મેળવ્યો હતો. તેમની સામે ચૂંટણી લડેલા ભાજપના ગોવિન્દભાઈ વરજંગભાઈ પરમાર ૫૪૧૬૭ મત જ મેળવી શક્યા હતા. આમ ભાજપે છેલ્લી ચૂંટણીમાં પરાજય ખમવો પડયો હતો.
૨૦૧૨ની ચૂંટણીમાં પણ જસુભાઈ બારડ ૬૨ ૭૨૨ મત મેળવીને વિજયી બન્યા હતા. પરંતુ ૨૦૧૭ની તુલનાએ ૨૦૧૨માં માજન માત્ર ૭૦૦ મતનો જ હતો. આ સ્થિતિમાં આ બેઠક પર કોંગ્રેસનું વર્ચસ વધ્યું છે.
તેમાં ખનીજ ચોરીના કેસમાં ભગાભાઈ બારડને ધારસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાના સ્પીરકના નિર્ણયને પરિણામે આહિર સમાજ ભાજપથી ગિન્નાયો હોવાની સંભાવના છે. જોકે આ ખોટને સરભર કરવા માટે માણાવદરના જવાહર ચાવડાને ભાજપને ખેંચી લાવીને આહિર મતો અંકે કરવાના પ્રયાસ ભાજપે કર્યા છે. છતાંય આ બેઠક પર હાલની સ્થિતિમાં આહિર ઉમેદવારનું વર્ચસ રહેશે. ભાજપે પણ આહિર ઉમેદવારને જ પસંદ કરીને ભાજપે આહિરોના મત જીતી લેવાની કોશિશ કરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YCEeFY
No comments:
Post a Comment