ધોળકા મત વિસ્તારમાં કારકૂનનો છબરડો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ધોળકા મત વિસ્તારમાં કારકૂનનો છબરડો


- ખેડા બેઠક પર ૨૦૧૪ કરતા આ વર્ષે ૧૨થી ૧૩ ટકા વધુ મતદારો નોંધાયા ૨૦૧૪માં કુલ ૧૫,૯૮,૬૭૮ મતદારો હતા જે વધીને ૧૭,૮૭,૩૪૩ થયા

નડિયાદ,તા. 1 એપ્રિલ 2019, સોમવાર

આગામી લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે  ત્યારે જિલ્લા પ્રશાસન તરફથી જાહેર થયેલા મતદાતાઓના આંકડાઓમાં કેટલાક ચોંકાવનારા વિરોધાભાસો અને મોટા છબરડાઓ જોવા મળ્યા છે. જેમાં ૨૦૧૪ કરતાં આ વખતની ખેડા લોકસભા ચૂંટણી પૂર્વે બે લાખ જેટલા મતદારોનો વધારો નોંધાયો છે. અન અને તેમાંય જુદી જુદી સાત વિધાનસભા વિસ્તારોમાં પ્રત્યેક વિધાનસભા દીઠ સરેરાશ ૧૫,૦૦૦ જેટલી સ્ત્રી મતદારોમાં વધારો નોંધાયો છે. એટલે કે ચાલુ વર્ષની ચૂંટણીમાં આ બેઠક ઉપર કુલ મતદારોમાં ૧૨ થી ૧૩ ટકા જેટલો વધારો થયો છે.

તેમાય પુરુષોના પ્રમાણમાં દરેક વિધાનસભા બેઠકમાં મહિલા મતદારોમાં ખાસ્સો વધારો જોવા મળ્યો. કારણ કે વર્ષ ૨૦૧૪ની ચૂંટણી વખતે ખેડા મત વિસ્તારની કુલ મહિલા મતદારો ૭,૫૬,૦૧૪ હતી. જ્યારે વર્ષ ૨૦૧૯માં ૮,૬૪,૪૦૦ નોંધાઇ છે. એટલે કે ૧ લાખથી પણ વધુ મહિલા મતદારો આ વર્ષની ચૂંટણીમાં મતદાન કરશે. જે કોઇપણ ઉમેદવાર માટે હારજીતનું ભવિષ્ય નક્કી કરી શકશે. 

આ  સામે પુરુષોની સંખ્યામાં પણ લગભગ આટલો જ વધારો નોંધાયો છે. પરંતુ ગત્ દિવસોમાં ચૂંટણી જાહેર થયા પછી જિલ્લા પ્રશાસને બહાર પાડેલી મતદારોની સંખ્યાની યાદીમાં મોટા છબરડા થતા ભારે ગેરસમજ ફેલાઇ હતી. અને માત્ર ધોળકા મત વિસ્તારમાં જ મહિલા મતદારોમાં ૮૦ ટકા જેટલો ઘટાડો જાહેર કરાયો હતો. હકિકતમાં આ એક કારકૂન છબરડો હતો જેને આજે વિધિવત્ રીતે કલેક્ટર કચેરીએ રદિયો આપ્યો છે.

આગામી ૨૩ એપ્રીલે ખેડા લોકસભા વિસ્તારની ચૂંટણી યોજાનાર છે. જેમાં ખેડા બેઠક પર કુલ ૭ વિધાનસભા વિસ્તારમાં મતદાન થશે. જેમાં માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, દસક્રોઇ અને ધોળકા તાલુકાના વિધાનસભા વિસ્તારનો સમાવેશ થાય છે. આ વર્ષે  સમગ્ર મતવિસ્તારમાં મતદારોની સંખ્યામાં  ૧૨ થી ૧૩ ટકા જેટલો વધારો નોંધાયો છે.ગત્ ૨૦૧૪ની ચૂંટણીમાં ખેડા સંસદીય વિસ્તારના કુલ મતદારો ૧૫,૯૮,૬૭૮ હતા. જ્યારે ૨૦૧૯ની ચૂંટણીમાં કુલ ૧૭,૮૭,૪૩૪ મતદારો નોંધાયા છે. એટલે કે ગત્ ચૂંટણી કરતા આ વર્ષે ૧,૮૮,૭૫૬ વધુ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે. 

નવાઇની વાત એ છે કે ખેડા સંસદીય મતવિસ્તારમાં આવતા સાતે સાત વિધાનસભા વિસ્તારો પૈકી દસક્રોઇ વિધાનસભા મત વિસ્તારમાં સ્ત્રીઓની સંખ્યામાં સૌથી મોટો ૩૨,૯૫૮ જેટલો વધારો છે, જ્યારે સૌથી ઓછો વધારો મહુધા વિધાનસભા વિસ્તારમાં ૧૧,૧૯૩ જેટલો નોંધાયો છે.

આ રીતે  સાતેય  વિધાનસભા વિસ્તારોમાં મહિલા મતદારોનો ઘણો વધારો નોંધાયો છે. આ જ રીતે ખેડા સંસદીય મતવિસ્તારમાં આવતા સાતે સાત વિધાનસભા વિસ્તારમાં પુરુષ મતદારોનો નોંધપાત્ર વધારો નોંધાયો છે. જેમાં દસક્રોઇ વિધાનસભા મત વિસ્તારમાં પુરુષોની સંખ્યામાં સૌથી મોટો ૩૩,૧૨૦ જેટલો વધારો છે, જ્યારે સૌથી ઓછો વધારો માતર વિધાનસભા વિસ્તારમાં ૧૦,૩૬૪ જેટલો નોંધાયો છે. આ રીતે  સાતેય વિધાનસભા વિસ્તારોમાં પુરુષ મતદારોમાં પણ વધારો નોંધાયો છે.

આમ, ગત્ ૨૦૧૪ લોકસભાની ચૂંટણી કરતા ૨૦૧૯ની ચૂંટણીમાં સાતેય મતવિસ્તારમાં પુરુષ મતદારોની સંખ્યામાં ૧૩ ટકા જેટલો વધારો નોંધાયો છે.આ રીતે  સમગ્ર ખેડા મતવિસ્તારમાં ૨૦૧૪ લોકસભાની ચૂંટણી કરતા ૨૦૧૯ની ચૂંટણીમાં કુલ ૧,૦૭,૯૮૬ મહિલા અને ૧,૦૭,૬૫૫ પુરુષ મતદારોનો વધારો જાહેર થયો છે.

ધોળકા મતવિસ્તારમાં ૧૩,૩૦૦ મહિલા મતદારો દર્શાવી છબરડો વાળ્યો

જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા ગત્ ૧૨મી માર્ચના રોજ એક વિધિવત્ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને સંસદીય ચૂંટણી માટેની વિવિધ વિગતો જાહેર કરવામાં આવી હતી. જેમાં તેઓએ ધોળકા મત વિસ્તારને કુલ મહિલા મતદારોની સંખ્યા માત્ર ૧૩,૩૦૦ જ લખીને આપેલ હતી. જ્યારે ૨૦૧૪ની ચૂંટણીમાં ધોળકા મત વિસ્તારમાં ૧,૦૧,૨૫૭ મહિલા મતદારો નોંધાઇ હતી. 


આથી જિલ્લાની ચૂંટણી શાખા તરફથી અપાયેલ આંકડાઓ મુજબ ૨૦૧૯ની ચૂંટણીમાં આ વિસ્તારમાંથી ૮૭,૯૫૭ જેટલી મહિલા મતદારો ઓછી થઇ હોવાનું જાહેર થયું હતું. જે બાબતે ઘણો હોબાળો થયો હતો અને તપાસને અંતે એવી વિગતો બહાર આવી હતી કે ચાલુ વર્ષે આ મત વિસ્તારમાં ૧૩,૩૦૦ નહીં પરંતુ ૧,૧૩,૩૦૦ મહિલા મતદારો નોંધાયેલ છે. જ્યારે કલેક્ટર કચેરી દ્વારા આ અંગે વિધિવત્ જાણકારી આપવામાં આવી ત્યારે આખા છબરડા ઉપરથી પડદો ઉઠયો હતો.

અસક્ષમ મતદારો માટે વિશેષ સુવિધા

આણંદ જિલ્લામાં ૧૦૧૩ પ્રજ્ઞાાચક્ષુ ૪૩૬ મૂકબધિર મતદારો નોંધાયા

૨૭૭૫ અસ્થિર વિષયક અને ૮૭૨ અન્ય પ્રકારના દિવ્યાંગ મતદારો

આણંદ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯નું મતદાન તા.૨૩-૪-૨૦૧૯ તેમજ મત ગણતરી તા.૨૩-૦૫-૨૦૧૯ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીને અનુલક્ષીને આણંદ જિલ્લામાં ૧૦૧૩ પ્રજ્ઞાાચક્ષુ મતદારો, ૪૩૬ મૂકબધિર મતદારો, ૨૭૭૫ અસ્થિવિષયક મતદારો તેમજ ૮૭૩ અન્ય પ્રકારના દિવ્યાંગ મતદારો એમ કુલ મળીને ૫૦૯૭ મતદારો નોંધાયા છે. 


આ દિવ્યાંગ મતદાતાઓ માટે મતદાન મથકે માંગવામાં આવેલી સુવિધાઓ જેવી કે વ્હીલચેર તેમજ સહાયકની સુવિધા, અંધ દિવ્યાંગ મતદાતાઓ માટે બ્રેઈલ લિપીના બેલેટ પેપરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મૂકબધિર દિવ્યાંગ મતદાતાઓ માટે ખાસ સાઈન ભાષાની તાલીમ ચૂંટણી અધિકારી દ્વારા જીલ્લા કક્ષાની આપવામાં આવી તેવુ અક્ષમ મતદાર માટેના નોડલ અધિકારી તેમજ સમાજ સુરક્ષા અધિકારી એસ.એમ.વ્હોરાએ જણાવ્યુ હતુ.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CPUPNh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages