ઉમેદવારી પત્રો ભરવાના ચોથા દિવસે માત્ર બે ફોર્મ ભરાયા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

ઉમેદવારી પત્રો ભરવાના ચોથા દિવસે માત્ર બે ફોર્મ ભરાયા


નડિયાદ,તા.1 એપ્રિલ 2019, સોમવાર

ખેડા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૨૩ એપ્રિલના રોજ યોજાનાર છે.૧૭-ખેડા સંસદીય મત વિભાગની ચૂંટણી માટેનુ જાહેરનામુ પ્રસિધ્ધ થતા તા.૨૮ માર્ચથી ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઇ છે.

આજે ઉમેદવારી પત્રો ભરવાના ચોથા દિવસે બે ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. જેમાં ચૌહાણ દેવુંસિહ  ભારતીય જનતા પક્ષ અને બીજુ ઉમેદવારી પત્ર દેસાઇ પંકજભાઇ વિનુભાઇ ભારતીય જનતા પક્ષમાંથી ઉમેદવારી પત્ર રજૂ કર્યુ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયુ છે.આગામી તા.૪-૪-૨૦૧૯ના બપોરના ૩ઃ૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યુ છે.

ખેડા બેઠક પર અગાઉ એક ઉમેદવાર સહિત હવે કુલ ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યો છે.તેમ જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલે જણાવ્યુ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V6y7Yt

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages