
- 10થી વધુ ગામના લોકો અહીંથી અવરજવર કરે છે:100થી વધુ બાળકો પણ ભણવા જાય છે
ઠાસરા,તા. 1 એપ્રિલ 2019, સોમવાર
ઠાસરા તાલુકાના પીપલવાડા અને ભરથરી ગામને જોડતો પુલ અતિ બિસ્માર હાલતમાં છે.જેના કારણે દિપકપુરા,ધારેટા,ગુલાબપુરા,રાણીપોરડા જેવા અનેક ગામના ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.પીપલવાડાના ૧૦૦ થી વધુ બાળકો ભરથરી ખાતે આવેલ વિધામંદિર માધ્યામિક શાળામાં અભ્યાસ અર્થે આ પુલનો ઉપયોગ કરે છે.તદઉપરાંત આ જાહેર રસ્તો હોવાથી આજુબાજુ ગામના ગ્રામજનો પણ આ પુલનો ઉપયોગ કરે છે.તેમજ પીપલવાડા, દિપકપુરા, ધારેટા, ગુલાબપુરા ગામોની જાહેર જનતા માટે આ રસ્તો સ્મશાન જવાનો એક માત્ર પુલ છે.
આ પુલ વર્ષાદના કારણે ઘણા સમયથી આ પુલના નીચેના ભાગે આર.સી.સી ના પોપડા તેમજ લોખંડના સળીયા પણ બહાર આવી ગયા હોવાથી રાહદારીઓ માટે જોખમી સાબિત થઇ રહ્યો છે.જેના કારણે ભારે વાહનો માટે પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો.ચોમાસાની ઋતુમાં પુલ ગમે ત્યારે ધરાસઇ થાય તેવી પરીસ્થિતીનું નિર્માણ થયેલુ છે.
જો પુલ તુટી જાય તો આજુબાજુના ગ્રામજનો સંપર્ક વિહોણા થઇ જવાની ભીતી ગ્રામજનો સેવાઇ રહી છે.આ પુલ યાત્રાધામ ફાગવેલને જોડતો હોવાને કારણે વધુમાત્રામાં ટ્રાફિક જોવા મળે છે.આ અંગે પીપલવાડાના સરપંચ લક્ષ્મીબેને જણાવ્યુ હતુ કે પુલ જોખમી હોવાને કારણે ગમે ત્યારે પડી શકે તેમ છે.માટે પુલનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.જેથી મોટી હોનારત થી બચી શકાય.
દરખાસ્ત મોકલી છે, પાસ થાય પછી જ કામ થશે ઃ ના. કા. ઈજનેર
આ બાબતે ડાકોર માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર પ્રવિણસિંહ પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે ઠાસરા તાલુકાના પીપલવાડા થી ભરથરી જવાના જાહેર રસ્તાની દરખાસ્ત ગયાવર્ષે ગાંધીનગર ખાતે મોકલી આપેલ છે.દરખાસ્ત પાસ થઇને આવશે ત્યારે રસ્તાનુ અને નાળાનુ કામ શરૂ કરી દેવામાં આવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CZvvor
No comments:
Post a Comment