રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 2 April 2019

રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડશે


રાહુલ ગાંધી બે જગ્યાએથી ચૂંટણી લડશે

નવી દિલ્હી,તા. 1 એપ્રિલ 2019, સોમવાર

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તેમના પરિવારની પરંપરાગત બેઠક ઉપરાંત કેરળની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડતા ડાબેરીઓ અને જમણેરીઓ એમ બંને ખફા થયા છે. તેમણે ટીકા શરૂ કરી હતી.જો કે ભૂતકાળમાં પણ અનેક નેતાઓ એક કરતાં વધુ બેઠકો પરથી ચૂંટણી લડયા હતા અને પક્ષમાં સૌથી વજનદાર નેતા બન્યા હતા. ઇન્દિરા ગાંધી (મેડક અને રાયબરેલી ૧૯૮૦)અટલ બિહારી વાજપેયી (બલરામપુર,મથુરા અને લખનઉ ૧૯૮૭), અડવાણી (નવી દિલ્હી અને ગાંધીનગર ૧૯૯૧), સોનિયા ગાંધી (બરેલી અને અમેઠી ૧૯૯૯),લાલુ પ્રસાદ (સરણ અને પાટલીપુત્ર ૨૦૦૯),અખિલેશ યાદવ (ફીરોઝાબાદ અને કનૌજ ૨૦૦૯),મુલાયમ સિંહ યોદવ (આઝમગઢ અને મૈનપુરી ૨૦૧૪)અને નરેન્દ્ર મોદી (વડાદરા અને વારાણસી ૨૦૧૪).

એક બેઠક એક ઉમેદવાર ફોર્મ્યુલા સ્વીકાર્ય નથી

 રાજકીય પક્ષો એક બેઠક એક ફોર્મ્યુલાને ટેકો આપતા નથી. બીજી બેઠકને રદ કરવાની  ૨૦૦૪ની ચૂંટણી પંચની દરખાસ્તને  સમર્થન આપતી કાયદા પંચની જોગવાઇ હોવા  સ્થિતિમાં કોઇ જ ફેર પડયો નથી. કાયદા પંચના સુચનો પેટા ચૂંટણીના ખર્ચ અને મતદારોની અકળામણ પર આઘારિત હતા. લોકશાહીને વધુ પ્રતિનિધીત્વ આપવા સિવાય પેટા ચૂંટણીનો લગભગ પાંચથી છ કરોડનો ખર્ચ સરકારને માથે પડે છે. પૂર્વ ચૂંટણી કમિશનર એમ.એસ.ગિલે કહ્યું હતું કે 'ચૂંટણી પંચ કાયદા બનાવતુ નથી, પરંતુ સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા તેને મંજૂરી આપે છે.

નેતાઓની આવન જાવનથી મતદારો મુંઝાયા

આ ચૂંટણીમાં રાજકીય પક્ષોના અનેક નેતાઓએ છેક છેલ્લી ઘડીએ પક્ષ , જુથો અથવા પોતાના મતવિસ્તાર બદલ્યા છે. મતદારો પણ અકળાયા છે. તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે કળી શકાતું નથી, પરિણામે ચૂંટણીમાં કોઇ જ મુદ્દો ચાલતો નથી. આટલું જ નહી, શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ચર્ચાનો વિષય અલગ હોય છે. શહેરી વિસ્તરોમાં ભારતની હુમલાની અને ગ્રામીણ વિસ્તારોમાં મતદારો તેમના જાતીય સમીકરણને ભૂલતા નથી.

મેક ઇન ઇન્ડિયા તદ્દન નિષ્ફળ

 શક્તિ મિશનની વાતો હવામાં છે જ જેને સંરક્ષણ સંશોધન વિભાગના ડાયરેકટરે 'દેસી બેબી'ગણાવ્યો છે. આ છે મેક ઇન ઇન્ડિયા, પરંતુ કેટલાક લોકો આને પણ ફેલ માને છે. તેઓ વિયેતનામ, બાંગ્લાદેશ અને અન્ય દેશોમાં વેપાર અને ઉત્પાદન ખસેડાતું જવાના દાખલા આપે છે તો ઉત્પાદન ક્ષેત્રે ચીન ઉપરને ઉપર જ ચઢતો જાય છે. ભારતમાં હજુ પણ નોકરીઓની અછત છે અને કૃષિ ક્ષેત્રમાં બેકારી છે. ભારતના જીડીપીમાં હિસ્સો ૨૫ ટકા વધારવા માટે ૨૦૧૧માં રાષ્ટ્રીય  ઉત્પાદન પોલીસીને બદલવામાં આવી હતી, છતાં પણ ભારત એ આંક કરતાં ખૂબ નીચે છે.

ઇન્દર સાહની




from Editorial News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WI8kq1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages