અચૂક ખાવુ જોઈએ લીચી જેવું દેખાતું આ ફળ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

અચૂક ખાવુ જોઈએ લીચી જેવું દેખાતું આ ફળ

આમ તો બધા ફળ હેલ્થ માટે સારા હોય છે પરંતુ શું તમે રામબુતાન ફળ વિશે સાંભળ્યું છે? લીચી જેવા દેખાતા આ ફળ વિશે ઘણાં લોકો નથી જાણતા. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં વિામિન સી, કૉપર,પ્રોટીન અને આયર્ન હોય છે.

વળી 100 ગ્રામ રામબુતાન ફળમાં માત્ર 84 કેલરી હોય છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ હોવાથી તે શરીરમાંથી ફ્રી રેડિકલ્સને બહાર કાઢવામાં પણ મદદ કરે છે. આ ફળ અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ પૂરું પાડે છે.

રામબુતાન ફળના ફાયદા

1. આ ફળમાં ભરપૂર પ્રમાણમાં ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબુત બનાવે છે.

2. એક ચાઈનીઝ સ્ટડીમા કહેવાયુ છે કે આ ફળની સાથે જડ એની છાલ પણ બહુ લાભદાયી છે. એની છાલમાં એન્ટી ડાયબિટિક ગુણ હોવાથી તે ડાયાબિટીઝની સારવારમાં પણ ઉપયોગી હોય છે.

3. રામબુતાન સ્કીનને હેલ્ધી બનાવવાનું કામ કરે છે. તેના બીજથી બનેલી પેસ્ટને ચહેરા પર લગાવવાથી ચહેરાના ડાધ દૂર થાય છે. તે સ્કીનને હાઈડ્રેટ કરવાનું કામ કરે  છે. આ પેસ્ટ રોજે ચહેરા પર લગાવવાથી સ્કીન સોફ્ટ રહે છે અને જલદી કરચલીઓ પડતી નથી.

4. તેમાં રહેલા ફાઈબર ડાઈજેશનમાં સુધારો કરે છે. જેનાથી કબજિયાતની તકલીફ મટે છે. સાથે જ તેમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ ગુણ આંતરડામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરે છે.

5. અનેક ગુણોયુક્ત રામબુતાન ફળમાં એન્ટીઑક્સીડન્ટ પણ પુષ્કળ હોય છે. જે કેન્સર જેવી ગંભીર બીમારી સામે રક્ષણ આપે છે. તેમાં રહેલા વિટામિન સી શરીરમાં રહેલા ફ્રી રેડિકલ્સનો નાશ કરીને કેન્સરથી બચાવ કરે છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે રામબુતાનની છાલ શરીરમાં કેન્સરની કોશિકાઓને બનતા અટકાવે છે. આ ફળ લિવરની કેન્સરમાં બહુ ઉપયોગી છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2D3RkD6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages