ઘર અને બહારની બેવડી જવાબદારીઓ પૂરી કરતી વખતે મોટાભાગની સ્ત્રીઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બની જાય છે. શારીરિક અને માનસિક રીતે બીમાર મહિલાઓના શરીરમાં જરૂરી પોષકતત્વોની ઉણપ થવા લાગે છે. આજે એવા 5 ફૂડ વિશે વાત કરીશું જે કોઈપણ સ્ત્રી માટે અમૃત સમાન છે.
દૂધ
ઉંમર વધે તેમ સ્ત્રીઓના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટવા લાગે છે. જેના લીધે હાડકાં નબળા પડવા લાગે છે અને એનર્જી લેવલ પણ ઓછું થાય છે. તેથી રાતે સૂતા પહેલાં દરેક સ્ત્રીએ એક ગ્લાસ દૂધ પીવું જોઈએ. દૂધમાં રહેલા વિટામિન્સ અને મિનરલ સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જરૂરી છે.
આમળા
વિટામિન સીથી ભરપૂર આમળાને સ્ત્રીઓ માટે અમૃત માનવામાં આવે છે. તેમાં રહેલા વિટામિન એ અને બીની સાથે ઓમેગા 3 અને ફાઈબર સહિત બીજા ઘણાં પોષકતત્વો શામેલ હોય છે. આના નિયમિત સેવનથી પાચનક્રિયા સારી રહે છે. ગેસ કે કબજિયાતની તકલીફ નથી થતી.
સફરજન
તમે ઘણાના મોઢે સાંભળ્યુ હશે કે રોજે એકસફરજન ખાવાથી ડૉક્ટર પાસે નથી જવું પડતું. તેમાં રહેલા વિટામિન અને પોષક તત્વો સ્થૂળતાથી લઇને પેટને લગતી તકલીફોને મટાડવામાં મદદ કરે છે. સફરજન ખાવાથી ઇમ્યૂનિટી મજબૂત થાય છે અને લોહીનું પ્રમાણ વધે છે.
દાડમ
મોટાભાગની ભારતીય મહિલાઓમાં આયરનની કમી જોવા મળે છે. તેથી જ મહિલાઓને ડાયેટમાં આયર્નથી ભરપૂર વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. દાડમમાં આયર્નનું પ્રમાણ 84% જેટલું હોવાથી મહિલાઓને આયર્નની ઉણપને દૂર કરવા માટે દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ge9Yu5
No comments:
Post a Comment