સિંગાપોર ઓપન ટુર્નામેન્ટમાં સિંધુ અને સાયનાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 11 April 2019

સિંગાપોર ઓપન ટુર્નામેન્ટમાં સિંધુ અને સાયનાનો બીજા રાઉન્ડમાં પ્રવેશ

સિંગાપોર, તા.૧૦

સિંગાપોર ઓપન બેડમિંટન ટુર્નામેન્ટમાં ભારતની ટોચની મહિલા ખેલાડીઓ પી.વી. સિંધુ અને સાયના નેહવાલે પોતપોતાની મેચો જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ પ્રાપ્ત કરી લીધો હતો. ભારતની નંબર વન વિમેન્સ સિંગલ્સ પ્લેયર સિંધુએ ઈન્ડોનેશિયાની મૈનાકીને સીધી ગેમ્સમાં ૨૧-૯, ૨૧-૭થી હરાવીને આગેકૂચ કરી હતી. 

ભારતની સિલ્વર ટેનિસ સ્ટાર પી.વી. સિંધુનો મુકાબલો હવે ડેનમાર્કની મિયા બ્લીચફેલ્ડ સામે થશે. છઠ્ઠો સીડ ધરાવતી ભારતની સાયના નેહવાલે ઈન્ડોનેશિયાની યુલીયા યોસેફિનને ૨૧-૧૬, ૨૧-૧૧થી પરાસ્ત કરી હતી. હવે સાયનાનો મુકાબલો થાઈલેન્ડની પોર્નાપાવી ચોચુવોંગ સામ થશે. નોંધપાત્ર છે કે, ગત સપ્તાહે રમાયેલી મલેશિયન ઓપનમાં ભારતીય બેડમિંટન સ્ટાર સાયના નેહવાલને પહેલી જ મેચમાં ચોચુવોંગ સામે હારનો સામનો કરવો પડયો હતો. 

ડબલ્સમાં ભારતના ખેલાડીઓ ખાસ કમાલ દેખાડી શક્યા નહતા. મનુ અત્રિ અને બી. સુમિથ રેડ્ડીની જોડી ક્વોલિફાયર્સ ડેની બાવા ક્રિસનાન્તા અને કેએન હેન લોહ સામે ૧૩-૨૧, ૧૭-૨૧થી પરાજીત થઈ ગઈ હતી. 

ગુજરાતની અનુષ્કા પરીખ અને સૌરભ શર્માની જોડી પણ પહેલા જ રાઉન્ડમાં થાઈલેન્ડના ડેચાપોલ અને સાપ્સીરી સામે ૧૨-૨૧, ૧૨-૨૧થી પરાજીત થઈને બહાર ફેંકાઈ હતી. જોકે પ્રનવ જેરી ચોપરા અને એન. સિક્કી રેડ્ડીની જોડી મિક્સ ડબલ્સમાં ભારતના જ અર્જુન એમઆર અને કે. મિનાક્ષી સામે ૨૧-૧૮, ૨૧-૭થી વિજેતા બનીને બીજા રાઉન્ડમાં પ્રવેશ્યા હતા. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2uZOniq

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages